સંબંધિત સમાચાર
- આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદનો કહેર, ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી, IMD ની ચેતવણી
- ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા, શાળાઓ બંધ
- Gujarat New District: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયનો લોકો કરી રહ્યા છે વિરોધ
- ગુજરાતમાં 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ, જાણો ક્યા પડશે મુશળધાર વરસાદ
- રણુંજા દર્શન કરી પરત ફરતા કાર ડીવાઈડરમાં ઘૂસી, એક પરિવારના ત્રણ લોકોના મૃત્યુ
ગુજરાતમાં ક્યાક
બનાસકાંઠાના દાંતા અને લાખણીમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધી 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. આજે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે, મહ્ત્વનુ છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 388.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 255.7 મિલીમીટર કરતાં 52% વધુ છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લાખણીમાં ભારે વરસાદને લીધે પાણી ભરાયા હતા. બજારોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વધુ વરસાદ પડે તો દુકાનોમાં પાણી ધૂસી શકે છે. પાણીના નિકાલ માટે વેપારીઓએ તંત્રને રજૂઆત કરી હતી.

