મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2025 (11:37 IST)

Gujarat New District: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયનો લોકો કરી રહ્યા છે વિરોધ

gujarat new district
gujarat new district
Gujarat New District List: ગુજરાતના ધનેરા, કાંકરેજ અને દેવદારના લોકોએ ગુરૂવારે પ્રદેશ સરકારના એ નિર્ણયનો વિરોધ કર્યો જેમા આ ત્રણ તાલુકાને બનાસકાંઠામાંથી હટાવીને નવગઠિત વાવ-થરાદ જીલ્લામાં સામેલ કરવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે બુધવારે બનાસકાંઠા જીલ્લાનુ વિભાજન કરી વાવ-થરાદ બનાવવાને મંજુરી અપઈ દીધી. જેનો મુખ્યાલય થરાડ જીલ્લામાં રહેશે. 
 .
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષઆમાં થયેલ કેબિનેત બેઠકમાં નવો જીલ્લો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો જેમા વાવ, થારાડ, ભાભર, ધનેરા સુઈગામ, લાખની, દેવદાર અને કાંકરેજ તાલુકાનો સમાવેશ થશે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતાવાડા, વડગામ અને ડીસા તાલુકા રહી જશે. આવામાં આ નિર્ણય પછી મોટી સંખ્યામાં લોકોને ત્રણ તાલુકાના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કર્યુ. 
 
કોંગ્રેસ નેતા પણ વિરોધમાં જોડાયા 
ધનેરામાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નાથાભાઈ પટેલ પણ વિરોધમાં સામેલ થયા અને તેમણે દાવો કર્યો, રાજ્ય સરકારે આ નિર્ણય લેતા પહેલા કોઈની પણ સાથે પરામશ કર્યુ નથી. તેથી ધનેરાના લોકો નાખુશ છે. જો નિર્ણય રદ્દ નહી કરવામાં આવ્યો તો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડશે. અમે વાવ-થરાદની સાથે જવા નથી માંગતા. કારણ કે અમે પાલનપુરની નિકટ છીએ. ધનેરા ઐતિહાસિક રૂપથી બનાસકાંઠા સાથે જોડાયેલ છે. લોકો બનાસકાંઠાની સાથે જ રહેવા માંગે છે. 
 
ધનેરાના નિર્દલીય ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યુ, 'નવો જીલ્લો બન્યા પછી લોકો સત્તાવાર કામ માટે થરાદની યાત્રા કરવા માંગતા નથી. મે લોકોની માંગ વિશે સીએમને માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે દેસાઈએ બીજેપી સરકારને સમર્થન આપ્યુ છે. આ જ પ્રકારના વિરોધ પ્રદર્શન અને નારેબાજી કાંકરેજ અને દેવદાર તાલુકામાં પણ કરવામાં આવી. કાંકરેજમાં બનાસકાંઠા બીજેપી અધ્યક્ષ કીર્તિ સિંહ વાઘેલાએ પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી. 
 
તેમણે કહ્યુ, "કાંકરેજના લોકો બનાસકાંઠા સાથે જોડાયેલ છે અને તે જીલ્લાની સાથે જ રહેવા માંગે છે. હુ તેમની ભાવના સમજુ છુ. હુ સીએમને આ વિશે માહિતી આપીશ. મને પૂરો વિશ્વાસ છે કે કોઈ સૌહાર્દપૂર્ણ સમાધાન નીકળશે'.