શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી વાર્તા
Written By વેબ દુનિયા|

સમાધાન

N.D
એક ઘરડો વ્યક્તિ હતો. તેને બે પુત્રીઓ હતી. તેમાંથી એકના લગ્ન કુંભાર સાથે થયાં જ્યારે બીજી પુત્રી એક ખેડૂતની અર્ધાંગિની બની.

એક વખત પિતા પોતાની બન્ને પુત્રીને મળવા માટે તેમના સાસરે ગયો. પ્રથમ પુત્રીને હાલચાલ પુછ્યા તો તેણે કહ્યું અમે ખુબ જ પરિશ્રમ કર્યો છે અને ઘણા માટલા બનાવ્યાં છે. જો વરસાદ નહીં આવે તો અમારો વેપાર ખુબ જ ચાલશે.

પુત્રીએ પિતાને આગ્રહ કર્યો કે, તેઓ પણ ભગવાન પાસે પ્રાર્થના કરે કે, આ વર્ષે વરસાદ ન થાય.
બાદમાં પિતા બીજી પુત્રીને મળવા ગયો જેનો પતિ એક ખેડૂત હતો. તેના હાલચાલ પુછ્યાં તો તેણે કહ્યું કે, આ વખતે અમે ખુબ જ પરિશ્રમ કર્યો છે અને ખેતરમાં ઘણા બીજ રોપ્યાં છે પરંતુ હજુ સુધી વરસાદ થયો નથી. જો સારો વરસાદ થશે તો પાક પણ ખુબ સારો થશે.

બીજી પુત્રીએ પણ પોતાના પિતાને આગ્રહ કર્યો કે, તે ભગવાન પાસે એવી પ્રાર્થના કરે કે, આ વખતે જોરદાર વરસાદ વરસે.


એક પુત્રીનો આગ્રહ હતો કે, પિતા વરસાદ ન થવાની પ્રાર્થના કરે અને બીજી તેનાથી વિપરીત વરસાદ થવાની પ્રાર્થનાનો આગ્રહ કરી રહી હતી. પિતા ખુબ જ મુશ્કેલીમાં પડી ગયો. એક માટે પ્રાર્થના કરે તો બીજીને નુકશાન. સમાધાન કેવી રીતે શોધવું ?

પિતાએ ખુબ જ વિચાર્યું અને પુન: પોતાની પુત્રીઓને મળ્યો. તેને મોટી પુત્રીને સમજાવ્યું કે, જો આ વખતે વરસાદ ન થાય તો તું તારી કમાણીનો અડધો ભાગ તારી નાની બહેનને આપી દેજે અને નાનીને પુત્રીને મળીને એમ સમજાવ્યું કે, જો આ વર્ષે વરસાદ થાય તો તું તારા લાભનો અડધો ભાગ તારી મોટી બહેનને આપી દેજે.

બન્ને બહેનોએ પિતાની વાત હસંતા મોઢે સ્વીકારી ? કહેવાય છે ને દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. બસ તેને શોધતા આવડવું જોઈએ.