Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Updated: રવિવાર, 7 ડિસેમ્બર 2025 (13:39 IST)
breakfast recipe

Breakfast Idea: સવારે ઉઠવામાં મોડુ થઈ જાય તો 10 મિનિટમાં તૈયાર કરો આ હેલ્ધી નાસ્તો.  આ નાસ્તો છે હેલ્ધી ચીલા. આ ચીલા બેસન કે રવાના નહી પણ લોટના છે. જેમા સારી માત્રામાં પ્રોટીન અને ફાઈબર હોય છે. બીજી  બાજુ તેમા ઉમેરવામાં આવતી શાકભાજી તમારા ફુડમાં જરૂરી ખનીજ અને વિટામિન ઉમેરે છે. આવામાં સવારે તમે ફટાફટ ચીલા બનાવીને ખાઈ શકો છો. 
 
લોટના ચીલા બનાવવા માટેની સામગ્રી  - 
લોટ
મીઠું
દહીં
ઓરેગાનો
આદુ
કેપ્સીકમ
ગાજર
બીંસ( વટાણા, તુવેર, મકાઈ વગેરે) 
ડુંગળી
લીલું મરચું
તાજી સમારેલી કોથમીર
એક ચપટી હળદર
 
બનાવવાની રીત -  લોટના ચીલા બનાવવા માટે  તમારે સૌ પહેલા એક કપ લોટ લેવાનો છે. આ લોટમાં મીઠુ, હળદર અને દહી નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને તેનુ સ્મુધ બૈટર તૈયાર કરી લો. 
 
જ્યારે તેનુ બૈટર તૈયાર થઈ જાય તો અજમો, આદુ, લીલા મરચા અને બધા શાક તેમા નાખીને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તવાને ગેસ પર મુકીને ગરમ કરો. 
 
જ્યારે તવો ગરમ થઈ જાય તો તેના પર સાધારણ તેલ લગાવી લો જેથી તવો ચિકણો થઈ જાય. ત્યારબાદ તવા પર મોટી ચમચીની મદદથી બૈટર નાખીને તેના ચીલા બનાવી લો. તેને બંને બાજુથી કુરકુરા થતા સુધી થવા દો.  જ્યારે આ બની જાય ત્યારે લીલી ચટણી અને કૈચઅપ સાથે તેને સર્વ કરો. 
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments