Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

15 મિનિટમાં જ ઘરે બનાવો કેરીનું અથાણું

Updated: રવિવાર, 14 જૂન 2020 (11:14 IST)
ગરમીના દિવસોમાં લોકોને ભૂખ ન લાગવાની સમસ્યા ખૂબ રહે છે. લોકોને ભૂખથી વધુ તરસ લાગે છે. પાણે પી પીને લોકો પેટ ભરી લે છે. આવામાં જો રૂટીનનુ ભોજન સામે આવી જાય તો તમારી અડધી ભૂખ ભોજન જોઈને મરી જાય છે. પણ ભોજન સાથે જો કંઈક ચટપટુ ખાવાનુ મળી જાય તો ભોજનનો સ્વાદ બમણો થઈ જાય છે. 
 
ગરમીના દિવસોમાં જમતી વખતે રાયતા, દહી, અથાણું મળી જાય તો ભોજન ખૂબ જ આરામથી થઈ જાય છે.  આજે વેબદુનિયા તમારી માટે લાવ્યુ છે કેરીની અથાણાની રેસીપી. 
 
સામગ્રી - 4 કિલો કેરીના કાપેલા અને સુકવેલા ટુકડા, 1 લીટર તેલ, 100 ગ્રામ હળદર પાવડર, 100 ગ્રામ લાલ મરચુ, 500 ગ્રામ રાઈ દાળ, 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ મેથી દાણા. 5 ગ્રામ હિંગનો પાવડર. 
 
બનાવવાની રીત - રાઈ, મેથી, વરિયાળીને જુદી જુદી કરીને ધીમા તાપ પર સેકી લો. સેક્યા પછી ત્રણેયને વાટી લો. બધી સામગ્રીને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે આ મિશ્રણમાં કેરીના સુકવેલા ટુકડાને એક સાથે નાખીને સારી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી બરણીમાં ભરી લો. તમારુ સ્વાદિષ્ટ કેરીની અથાણું બનીને તૈયાર છે. 

વધુ જુઓ..

રશિયાની 5 મહિલાઓએ ગયામાં કર્યું પિંડદાન, સાડી પહેરીને પૂર્વજોને આપી શ્રદ્ધાંજલિ; કહ્યું- અહીં આવીને જીવન ધન્ય થયું

માખી મારવા માટે હથોડા ન ચલાવશો, સુપ્રીમ કોર્ટનો આદેશ મેટ્રો અને ટ્રેન સેવાઓ સમ્પૂર્ણ રીતે બંઘ ન કરો

તહેવારોની મોસમ પહેલા ઘરે બનાવેલા ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો! ડુંગળી 89%, રસોઈ તેલ 12%

ગુજરાત સરકારની મોટો પહેલ: પોરબંદરમાં સ્થાપિત થશે M-BRIC, સીવીડ પ્રોસેસિંગ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધનને મળશે વેગ

Navratri puja samagri - નવરાત્રી પૂજન સામગ્રી અને વિધિ

વધુ જુઓ..

Names of maa Durga for Baby Girl- નવરાત્રિમાં જન્મેલા બાળક માટે સુંદર નામો અને તેના અર્થ

Navratri puja samagri - નવરાત્રી પૂજન સામગ્રી અને વિધિ

માતા શૈલપુત્રીની કથા (Maa Shailputri vrat katha)

નવરાત્રી વિશે 10 વાક્ય

નવરાત્રી 2026 પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ

આગળનો લેખ
Show comments