ગુજરાતી રેસીપી - ફાફડા રેસીપી
સામગ્રી- 500 ગ્રામ ચણાનો લોટ, 1 ટી સ્પૂન પાપડ ખાર, 2 ટી સ્પૂન મરીનો ભૂકો,હીંગ, અજમો, મીઠું સ્વાદાનુસાર. તેલ જરૂર મુજબ.
બનાવવાની રીત - પાપડીયા ખારને તવા પર ફુલાવી પાણીમાં નાંખો. ચણાના લોટમાં મરીનો ભૂકો, હીંગ, અજમો, મીઠું નાંખી ખારનાં પાણીથી બાંધી ખૂબ કેળવવો. ત્યારબાદ સાદા પાટલા પર હાથથી ભાર આપી નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી. ફાફડા સાથે જાડી કઢી અને કાચા પપૈયાની ચટણી સર્વ કરો. મજા પડી જશે