રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (11:36 IST)

દિવાળી ફરસાણ - બેસન સેવની રેસીપી

સામગ્રી - ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ, એક વાડકી તેલ, એક વાડકી પાણી, એક નાની ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, લીંબુનો રસ, મરી પાવડર બે ચમચી, મીઠુ સફેદ મરચું સ્વાદ મુજબ.


બનાવવાની રીત - તેલ અને પાણીને મિક્સ કરી હાથથી ફીણો અથવા મિક્સરમાં ફેરવી લો, આ પાણી એકદમ સફેદ થવુ જોઈએ. હવે તેમા સોડા અને અડધા લીંબુનો રસ અને સફેદ મરચું મીઠુ અને હિંગ નાખો. અજમો અને મરીને ઝીણા વાટી આ પાણીમાં મિક્સ કરો. હવે આ મિશ્રણમાં સમાય તેટલો જ ચણાનો લોટ નાખીને મસળી લો. સેવના સંચાથી ગરમા ગરમ તેલમાં સેવ પાડો.