Festival Posters

બચેલી રોટલીમાંથી બનાવો ક્રિસ્પી રોટલી કટલેટ

Updated: સોમવાર, 7 સપ્ટેમ્બર 2026 (11:09 IST)

સામગ્રી

3-4 રોટલી
2 બાફેલા બટાકા
1 નાની ડુંગળી, ઝીણી સમારેલી
1 લીલું મરચું, ઝીણું સમારેલું
2 ટેબલસ્પૂન કોથમીર, ઝીણી સમારેલી
½ ટીસ્પૂન લાલ મરચું પાવડર
½ ટીસ્પૂન ગરમ મસાલો
½ ટીસ્પૂન ચાટ મસાલો
½ ટીસ્પૂન જીરું પાવડર
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ તેલ
બનાવવાની રીત
 
સૌ પ્રથમ બચેલી રોટલીને નાના ટુકડામાં તોડી લો. તેને મિક્સરમાં નાખીને બારીક ક્રશ કરી લો. હવે એક વાસણમાં ક્રશ કરેલી રોટલી લો અને તેમાં બાફેલા બટાકા મેશ કરીને ઉમેરો.
 
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું અને કોથમીર ઉમેરો. તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખો.
 
હવે તેમાં કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ ઉમેરો અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. મિશ્રણમાંથી નાના-નાના ભાગ લઈ ગોળ અથવા ચપટા કટલેટનો આકાર આપી લો.
 
કડાઈમાં થોડું તેલ ગરમ કરો. કટલેટને મધ્યમ તાપે બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. તમે ઈચ્છો તો તેને ઓછા તેલમાં શેલો ફ્રાય અથવા એર ફ્રાય પણ કરી શકો છો.
 
તૈયાર ગરમાગરમ રોટલી કટલેટને લીલી ચટણી, ટામેટાની ચટણી અથવા દહીં સાથે સર્વ કરો. આ રીતે રાત્રે બચેલી રોટલીનો સ્વાદિષ્ટ રીતે ઉપયોગ કરીને સવારનો નાસ્તો તૈયાર કરી શકાય છે

વધુ જુઓ..

Bank Holidays This Week- આ અઠવાડિયે ત્રણ દિવસ બેંકો બંધ રહેશે! તારીખો તપાસો

Delhi Building Collapse - હલતી જમીન, ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા... દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટના CCTV ફુટેજ આવ્યા સામે

ઓલા-ઉબેર અને રેપિડો સામે અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોનું 'રોજગાર બચાવો' આંદોલન: આજથી 4 દિવસનું સંપૂર્ણ બંધ

માતા વૈષ્ણોદેવીની હેલિકોપ્ટર યાત્રા વધુ મોંઘી થશે; એકતરફી અને પરત ફરતી યાત્રાઓ માટેના નવા ભાડા વિશે જાણો.

ડ્રગ્સના દુરુપયોગ સામે "મિશન 2029": અમિત શાહે સંપૂર્ણ રોડમેપ જાહેર કર્યો, ડ્રગ નેટવર્કને મૂળમાંથી નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી

વધુ જુઓ..

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

Happy Teachers Day Wishes In Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છા

આગળનો લેખ
Show comments