ગુજરાતી રેસીપી - રાજકચોરી ચાટ રેસીપી
રાજકચોરી ચાટ રેસીપી
સામગ્રી
1 કપ મેંદો
1 ટીસ્પૂન અજમો
2 ટીસ્પૂન ઓગાળેલું ઘી
1 બાફેલું બટાકું
½ કપ ફેંટેલું દહીં
¼ કપ આમલીની મીઠી ચટણી
¼ કપ લીલી ચટણી
સ્વાદ મુજબ મીઠું
સ્વાદ મુજબ દળેલું લાલ મરચું
½ ટીસ્પૂન જીરું પાવડર
તળવા માટે તેલ
સજાવવા માટે દાડમના દાણા
બનાવવાની રીત
1 કપ મેંદામાં મીઠું, અજમો અને ઓગાળેલું ઘી ઉમેરીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને થોડો કઠણ લોટ બાંધી લો. લોટને થોડો સમય ઢાંકીને રાખો.
હવે લોટમાંથી નાના લુઆ બનાવી તેને વણી લો. કડાઈમાં તેલ ગરમ કરી વણેલી કચોરીને મધ્યમ તાપે સોનેરી અને કરકરી થાય ત્યાં સુધી તળી લો. તળેલી કચોરીને બહાર કાઢીને વધારાનું તેલ નીતરવા દો.
બાફેલા બટાકાની છાલ કાઢીને તેને સારી રીતે મેશ કરી લો. હવે એક પ્લેટમાં તળેલી રાજકચોરી મૂકો અને તેને વચ્ચેથી હળવેથી તોડી લો. તેમાં મેશ કરેલું બટાકું ભરો.
ત્યારબાદ કચોરી પર ફેંટેલું દહીં, આમલીની મીઠી ચટણી અને લીલી ચટણી ઉમેરો. ઉપરથી સ્વાદ મુજબ મીઠું, દળેલું લાલ મરચું અને જીરું પાવડર છાંટો.
છેલ્લે દાડમના દાણા અને સેવથી રાજકચોરીને સુંદર રીતે સજાવી લો. તૈયાર થયેલી સ્વાદિષ્ટ અને ચટપટી રાજકચોરી ચાટને તરત જ સર્વ કરો.
રાજકચોરીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અથવા ચાટ મસાલો પણ ઉમેરી શકાય છે. કચોરી કરકરી રહે તે માટે ચાટ તૈયાર કર્યા બાદ તરત જ પીરસવી.