Daily Horoscope
✕

ગુજરાતી રેસીપી- વેજ મેન્ચુરિયન રેસીપી

Updated: શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (17:09 IST)
મન્ચુરિયન બોલ માટે સામગ્રી  : 1 કોબિજ લો અને તેને ઝીણી સમારી લો. 4 છીણેલાં ગાજર, 2 ચમચાં મેંદો લો. અડધી ચમચી અજીનોમોટો, 6 ચમચી કોર્નફ્લોર, ચાર ઝીણાં કાપેલાં મરચાં લો. એક ચમચી કાળાં મરીનો પાવડર અને મીઠું લો.1 કપ તેલ તળવા માટે 


મન્ચુરિયન સોસ બનાવવા માટે : 4 ચમચી સરકો લો. 2 ઝીણાં સમારેલાં મરચાં લો.1 ઝીણી સમારેલી ડુંગળી અને 1 ચમચી ઝીણું સમારેલ લસણ લો. 2 ચમચી આદુની પેસ્ટ,1 ચમચી ટામેટાં નો સોસ, 4 ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર લો.

બનાવવાની રી ત : કોબીજમાં એકાદ ચમચી મીઠાનું મિશ્રણ કરી તેને 15 મિનીટ સુધી મૂકી રાખો અને ત્યારબાદ તેમાં મન્ચુરિયન બોલની બધી સામગ્રી નાખો.ત્યારબાદ તેને ગોળાકાર અથવા અંડાકાર ગોળીઓ બનાવી તેને ચપટી કરી દો. એક પ્લેટમાં બે-ત્રણ ચમચી મેંદાનો સુકો લોટ લો.પછી દરેક ગોળી પર મેંદાનો લોટ લગાવી તેને મધ્યમ તાપે તળી દો.

મન્ચુરિયન સોસ બનાવવાની રીત :4 ચમચી તેલ લો અને તેને એક કડાઇની અંદર ગરમ કરો. ત્યારબાદ તેની અંદર આદુ અને લસણની પેસ્ટ નાખો.તેને એકાદ મિનીટ સુધી ગરમ થવા દો,લીલાં મરચાં અને ડુંગળી નાખીને તેને પણ એકાદ મિનીટ શેકો. તેમાં ટામેટાનો સોસ,સોયા,સરકો,મરીનો પાવડર અને મીઠું નાખીને બે-ત્રણ મિનીટ થઇ ગયા પછી તેને 2 ગ્લાસ પાણી મેળવીને ગરમ કરો.એકાદ-બે ઉફાળા આવે ત્યારપછી તેને ઉતારી લો, અને તેને ગાળીને સોસ જુદો મુકો. કોર્નફ્લોરને અડધો કપ પાણીમાં મિક્સ કરીને જુદો મુકો. ત્યારબાદ ગાળેલા સોસને ઉકાળો અને કોર્નફ્લોરનું મિશ્રણ કરો. તે થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળો. પીરસતી વખતે સોસમાં તૈયાર કરેલા બોલ્સને નાખો અને એકાદ મિનીટ ધીમા તાપે ગરમ કરી તેને સર્વ કરો.

વધુ જુઓ..

દેશભરમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય, 21 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી

જિયો IPO અંગે એનાલિસ્ટ્સ આશાવાદી, લિસ્ટિંગ વખતે 15-20% સુધીના ઉછાળાની અપેક્ષા

LIVE : અભિજીત દિપકેના ઘરે પહોંચી દિલ્હી પોલીસ, CJP નો લહેરા દો તિરંગા માર્ચ આજે, કનૉટ પ્લેસ વિસ્તારમાં 25 હજાર જવાનો ગોઠવાયા

એક મહિલાએ તેના પતિ સાથે મળીને તેના પ્રેમીની હત્યા કરી, તેના મૃતદેહને કોથળામાં ભરીને નહેરમાં ફેંકી દીધો.

દિલ્હીની રામલીલામાં રાવણની સાથે વંદાના પૂતળાનું પણ થશે દહન

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments