Biodata Maker
✕

ટેસ્ટી રેસીપી - પોટલી સમોસા

Updated: ગુરુવાર, 19 જુલાઈ 2018 (10:00 IST)
બનાવવાની રી ત - મેંદામાં મીઠું અને તેલ નાંખી સારી રીતે મિક્સ કરો. પાણીની મદદથી સમગ્ર લોટના મિશ્રણને ભેગું કરી સખત લોટ બાંધી તૈયાર કરો. બાંધેલા લોટને લગભગ પાંચેક મિનિટ ચીકણો થાય ત્યાંસુધી ગુંથો. ગુંથેલા લોટને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો જેથી લોટ ફૂલીને સેટ થઇ જાય.

જ્યાંસુધી લોટ સેટ થાય ત્યાં સુધી સમોસા માટે સ્ટફિંગ બનાવી તૈયાર કરી લો.

હવે કઢાઇ ગરમ કરો અને 1-2 નાની ચમચી તેલ નાંખો. બટાકા છોલીને બારીક કાપી લો. કઢાઈમાં લીલા મરચાં, વટાણાના દાણાં નાંખી મેસ કરી મિક્સ કરો. મેસ્ડ બટાકા, પનીરના ટૂકડાં(પનીરનો ટેસ્ટ ઇચ્છતા હોવ તો), કાજુના ટૂકડાં અને કાળી દ્રાક્ષ, ધાણાજીરૂં, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો અને લીલી કોથમીર નાંખી આ મિશ્રણને 2-3 મિનિટ સુધી બરાબર મિક્સ કરતા રહો. સમોસા માટે સ્ટફિંગ તૈયાર છે.

હવે ગુંથેલા લોટને ફરી એકવાર મસળી તેમાંથી નાના-નાના લુવા બનાવી તૈયાર કરો.

લુવાને કપડાથી ઢાંકીને રાખો જેથી તે સૂકાય નહીં. એક-એક કરીને લુવામાંથી પાતળી પૂરી વણતા જઓ. પૂરી વધુ પાતળી ન કરશો. વણેલી પૂરીને હથેળીમાં લો અને તેમાં એકથી દોઢ ચમચી સ્ટફિંગ પૂરીની વચ્ચે મૂકો અને ઉપરથી અડધી ઇંચ ખાલી રહે તે પ્રમાણે પૂરીની ખાલી રહેલી ગોળાઇમાં આંગળીથી પાણી લગાવો. પૂરીને બીજા હાથથી ઉપાડી સ્ટફિંગને પોટલીના આકારમાં બંધ કરી ચોંટાડી દો. ચોંટાડવા માટે બાંધેલા લોટમાંથી જ તૈયાર કરેલી લાંબી પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બધા સમોસા તૈયાર કરી દો.

હવે કઢાઈમાં તળવા માટેનું તેલ ગરમ કરી મધ્યમ આંચે એકસાથે 3-4 સમોસા તળો. સમોસા સામાન્ય ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાંસુધી તળો અને એક પ્લેટમાં પેપર નેપકિન પાથરી તળેલા સમોસા તેમાં કાઢો જેથી તેમાંથી વધારાનું તેલ ચૂસાઇ જાય.

ગરમાગરમ પોટલી સમોસા તૈયાર છે. તેને કોથમીરની લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે ઘરના સભ્યોને કે મહેમાનોને સર્વ કરો અને તમે પણ તેનો સ્વાદ માણો.

વધુ જુઓ..

ઘરે મૂકવાના બહાને ઓટોમાં લઈ જઈ ફ્લેટમાં મૂક-બધિર મહિલા પર સામૂહિક દુષ્કર્મ, પછી ઘર પાસે છોડીને ફરાર થયા આરોપીઓ

કૌટુંબિક ઝઘડાને કારણે, ભત્રીજીઓએ તેમની ફઈનો જીવ લીધો... તેણીને પીડાદાયક મૃત્યુ આપ્યું.

૧૨ વર્ષમાં પીએમ મોદીની વિદેશ યાત્રાઓ પર ₹૯ બિલિયન થી વધુ ખર્ચ થયો છે, જેમાં ૨૦૨૫ સૌથી મોંઘુ રહ્યું છે. જાણો તેમણે કયા દેશોની સૌથી વધુ મુલાકાત લીધી.

મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલમાંથી લીધો સંન્યાસ, CSK ના બન્યા મેંટર

વડનગર મ્યુઝિયમે રેડ ડોટ 'બેસ્ટ ઓફ ધ બેસ્ટ' એવોર્ડ જીત્યો, જાણો શા માટે તે ખાસ છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

દેવઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી ક્યારે છે 20 કે 21 નવેમ્બર ? આ દિવસે કરી લો આ 5 અચૂક ઉપાય, સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ

આગળનો લેખ
Show comments