શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (16:12 IST)

હોળીની રાત્રે અજમાવો આ ટોટકા

હોળીનો દિવસ તાંત્રિકો માટે બહુ લાભકારી હોય છે. આ દિવસ અભિમંત્રિત અને આમંત્રિત કરી જડી-બૂટી ઘરે લવાય છે. ઘણ પ્રકારના મંત્રની સિદ્ધિઓ પણ કરાય છે. હોળી માટે પ્રસ્તુત છે ખાસ રૂપથી કાળી હળદરના ટોટકા- કાળી હળદરના ટોટકા- કાળી હળદર- કાળી હળદર જોવામાં અંદરથી હળવા કાળા રંગની હોય છે 
 
અને તેમનો છોડ કેળી સમાન હોય છે. કાળી હળદરમાં બહુ જ ગુણકારી પ્રભાવ હોય છે. તેમાં વશીકરણની અદભુત ક્ષમતા હોય છે. 
કાળી હળદરને લાવા માટે શું કરવું- કાળી હળદરના છોડને કંકુ, પીળા ચોખાથી આમંત્રિત કરી હોળી વાળા દિવસે લવાય છે. આમંત્રિત કરવાના ઉપાય- એક થાળીમાં કંકુ, ચોખ, ધૂપબત્તી, એક કળશમાં શુદ્દ જળ ભરીને રાખો, પવિત્ર નવા વસ્ત્ર પહેરીને જવું. પછી છોડને શુદ્ધ જળથી ધોઈને કંકુઅ ચઢાવો અને પીળા ચોખા ચઢાવીને 5 અગરબત્તી લગાવીને કહો- હું આપની પાસે મનોકામના પૂર્તિ માટે આવ્યું છું કાલે તમને મારી સાથે મારી મનોકામનાની પૂર્તિ માટે હાલવું છે. 
 
પછી હોળીની રાત્રે જઈને એક લોટા જળ ચઢાવીને કહેવું છે કે હું તમારી પાસે આવ્યો છું , તમે હાલો મારી મનોકામનાની પૂર્તિ માટે. આ રીતે કાળી હળદર ખોદીને 
 
લઈ આવો. માત્ર આ જ તમારા કામની છે. 
 
કાળી હળદરના પ્રયોગ- પરિવારમાં કોઈ માણસ અસ્વસ્થ રહે તો પ્રથમ ગુરૂવારે લોટના 2 પેડા બનાવો. તેમાં પલાળેલી ચણાની દાળ સાથે ગોળ અને થોડી વાટેલી કાળી હળદરને દબાવો. દરદીના ઉપરથી 7 વાર ઉતારીને ગાયને ખવડાવી દો. આ ઉપય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.

જો કોઈ માણસ કે બાળક ને નજર લાગી  જાય તો કાળા કપડામાં હળદર બાંધીને 7 વાર ઉતારીને વહેતા જળમાં પ્રવાહિત કરી નાખો. 

જો પત્રિકામાં ગુરૂ અને શનિ પાપાક્રાંત છે, તો આ ઉપાય કરો- શુક્લપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી કાળી હળદર વાટીને તિલક લગાડવાથી બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગે છે.

જો કોઈની પાસે પૈસા આવતું તો બહુ છે પણ રોકાતું નહી, તો તેણે આ ઉપાયને જરૂર અજમાવા જોઈએ. શુક્લ પક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર, નાગકેસર અને સિંદૂરને સાથે મૂકી માતા લક્ષ્મીના ચરણોથે સ્પર્શ કરાવીને રૂપિયા-પૈસા રાખવાની સ્થાન પર મૂકી દો. આ ઉપાયથી ધન રોકાશે. જો તમારા ધંધા મશીનરીથી સંબંધિત છે અને મશીનમાં કોઈ ન કોઈ પરેશાની આવે છે તો તમે કાળી હળદર વાટીને કેસર અને ગંગા જળ મિક્સ કરી પ્રથમ બુધવારે  તે મશીન પર સ્વાસ્તિક બનાવી દો. આ ઉપાયથી મશીન-જલ્દી જલ્દી ખરાબ નહી થાય. 
 
જો કોઈ માણાસ મિર્ગીકે અપસ્માર( ગાંડાપણ)થી પીડિત હોય તો કોઈ સારા મૂહૂર્ત (સર્વાથસિદ્ધિ યોગ)માં કાળી હળદરમાં વાટકી મૂકીને લોબાનની ધૂપ જોવાવીને શુદ્ધ કરો. પછી કે ટુકડામાં કાણું કરીને દોરાની મદદ તેમના ગળામાં પહેરાવી દો. અને નિયમિત રૂપથી વાટકીની થોડી હળદરના ચૂર્ણ તાજા પાણીથી સેવન કરતા રહો. જરૂર લાભ મળશે. 
 
- કાળી હળદરના 108 દાણા બનાવો- તેને દોરામાં પિરોવીને ધૂપ, ગૂગળ અને લોબાનથી ધુની આપ્યા પછી પહેરી લો. જે પણ માણસજ આ માળાને પહેરે 
 
છે. એ ગ્રહના દુષ્પ્રભાવ અને નજર વગેરે ટોના-ટોટકાથી સુરક્ષિત રહે છે. 
- ગુરૂ પુષ્ય નક્ષત્રનાં કાળી હળદરને સિંદૂરમાં રાખી ધૂપ આપ્યા પછી લાલ કપડામાં લપેટીને 1-2 સિક્ક્સા સાથે  તે બક્સામાં મૂકી દો. તેના પ્રભાવથી ધન વૃદ્ધિ થવા લાગે છે.

- કાળી હળદરનો ચૂર્ણ દૂધમાં નાખીને ચેહરા અને શરીર પર લેપ કરવાથી ત્વચામાં નિખાર આવે છે કાળી હળદર વશીકરણ પ્રયોગ- કાળી હળદરમાં વશીકરણની 
 
અદભુત ક્ષમતા હોય છે જો તમે કોઈ પણ નવીન કાર્ય માટે જઈ રહ્યા છો કે મહત્વપૂર્ણ કાર્ય હોય તો કાળી હળદરના તિલક કરીને જવું. આ ટીકા વશીકરણના કાર્ય કરે 
 
 છે.