Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - માઈગ્રેનથી બચવાના ઉપાયો

હેલ્થ ટિપ્સ - માઈગ્રેનથી બચવાના ઉપાયો

Updated: શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (13:06 IST)
કામ કે બીજી કોઈ તકલીફના કારણે તમારા માથાનો દુઃખાવો રહે છે.માથાનો દુખાવોના કારણે  કામ નહી કરી શકો કે કામ ભૂલી જાઓ છો તો આ તમારા માટે ખતરાની ઘંટી છે.  કારણ કે આ દુ:ખાવો માઈગ્રેન જેવા ગંભીર રોગોને જન્મ આપે છે. આથી જ્યારે આવું થાય તો ડાકટરી તપાસ કરાવી લેવી જોઈએ. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય સમજી  પેઇન કિલરનું સેવન કરે છે . પણ આ ગોળીઓ માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી છુટકારો આપવાની બદલે સમસ્યાને જટિલ બનાવે છે. 
 
શું કાળજી રાખો?
 
શક્ય હોય ત્યાં સુધી,ડૉક્ટરની સલાહ વગર પેઈનકિલર લેશો નહી અને ન તો તેનો ઓવરડોઝ લો. ડોકટરોની સલાહ મુજબ જ માઈગ્રેનના દુ:ખાવાની  દવાનો ઉપયોગ કરવો. પેનકિલર્સ જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ લો. થોડા દુ:ખાવામાં મેડિસન લેવાની ટેવ છોડી દો. પેનકિલરના બદલે મલમ, સ્પ્રે કે જૈલથી પણ દુ:ખાવામાં રાહત મળે છે.
 
માઈગ્રેનના કારણ : માઈગ્રેનના ઘણા કારણો છે , જેમ તણાવ ,પૂરતી ઊંઘ,આંતરસ્ત્રાવીય બદલાવો,વધારે લાઈટ,તેજસ્વી સૂર્યપ્રકાશ, કબજિયાત, દવાઓ, નશીલી દવાઓ કે ખોરાક, હવામાન ફેરફાર, કોફી, તૈયાર ખોરાક અને ચોકલેટનો વધુ પડતા સેવન વગેરે .
માઈગ્રેન નિવારણ
 
- આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા જેમ કે સતત વાંચવુ, ટીવી જોવી, વીડિયો ગેમ્સ, કમ્પ્યુટર પર કામ કરવુ વગેરે.
 
- લાંબા સમય સુધી ભૂખ્યા નહી રહેવું. સવારે સમયસર નાસ્તો લો.
 
- વધારે નહી ખાવું. ભારે ભોજન કે ફાસ્ટ ફૂડ ટાળો.
 
- માંસાહારી ખોરાક ઘટાડો. દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનો ઉપયોગ ઘટાડો.
 
- દારૂ, સિગારેટ, પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. કોઈપણ નશીલી વસ્તુ ન લો.
- વધુ ચોકલેટ,કે ચિગમ  નહિં ખાવી.
 
- ટી,કાફીનો પ્રયોગ ઓછો કરવો.
 
- આહારમાં મરચાં-મસાલા ઓછા કરો. 
 
- પૌષ્ટિક આહાર લો જેમાં ફળો અને લીલા શાકભાજી પર ભાર મૂકો . 
 
- સૌથી વધુ અગત્યનું ચિંતાઓમાંથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
 
- સીધો સૂર્યપ્રકાશ અને ઠંડીથી બચો. 
 
- મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો.
 
- માખણ અને ખાંડ(મિશ્રી)સાથે ખાવું .
 
- કપાળ પર વાટેલા લીંબુના છાલની પેસ્ટ લગાવવી.

વધુ જુઓ..

Nepal Flash Flood Photos: કાદવ અને કાટમાળ નીચે દટાયા રસ્તા-મકાનો, દ્રશ્યો જોઈને રુંવાડા ઊભા થઈ જશે

ભારત ફરી એકવાર નેપાળનો તારણહાર બન્યો, વિનાશ વચ્ચે 37.5 ટન વધુ રાહત સામગ્રી મોકલી

September 1 Rule Change: 1 સપ્ટેમ્બરથી બદલાશે આ મોટા નિયમો: LPG સિલિન્ડર, ATF-CNGથી લઈને ટાટાની કારના ભાવ સુધી થશે અસર

બ્લિંકિટ, ઝેપ્ટો અને ડીમાર્ટ સહિતના મુખ્ય રિટેલર્સ દ્વારા લાદવામાં આવેલી ખાંડ ખરીદી મર્યાદા

લુધિયાણામાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ, છેતરપિંડીથી લોન કરાવી પૈસા પડાવ્યા

વધુ જુઓ..

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રક્ષાબંધન 2026 AI ફોટો પ્રોમ્પ્ટ: Geminiથી ભાઈ-બહેનની રિયલિસ્ટિક તસવીર બનાવવાની સરળ રીત

રક્ષાબંધન શુભ મુહૂર્ત 2026: જો તમને સવારે સમય ન મળે, તો શું તમે બપોરે કે સાંજે રાખડી બાંધી શકો છો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 27 ઓગસ્ટ 2026

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

આગળનો લેખ
Show comments