સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:25 IST)

પથરી દૂર કરવા અને આરોગ્ય માટે જાણો અજમાના 10 ફાયદા

ભારતીય ભોજનમાં અન્ય મસાલાઓની સાથે અજમાનો પ્રયોગ પણ લાભકારી છે. પકોડાથી લઈને બેકરીના બિસ્કિટ સુધીમાં આનો પ્રયોગ કરવામાં આવે છે. અજમાની પાનનો પ્રયોગ પણ સ્વાદિષ્ટ વ્યંજનો બનાવવામાં કરવામાં આવે છે. આ બધા પ્રયોગો ઉપરાંત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિના મુજબ અજનાનો ઉપયોગ કિડનીની પથરી દૂર કરવામાં પણ કરવામાં આવે છે. આયુર્વેદ અને યૂનાની પધ્ધતિથી ચિકિત્સા કરનારા આ વાત પર વિશ્વાસ કરે છે કે અજમાને મઘની સાથે લેવાથી કિડનીની પથરીના નાના ટુકડા થઈ જાય છે અને આના નિયમિત પ્રયોગથી તે ટુકડા શરીરની બહાર નીકળી જાય છે. આ રીતે કિડનીની પથરીમાં અજમો કારગર સિદ્ધ થાય છે. 
 
આરોગ્ય માટે જાણો અજમાના ફાયદાઆ ઉપરાંત અજમાના બીજા પણ અનેક ફાયદા છે. 
 
- દારૂની લતના શિકાર લોકોને માટે રોજ બે વાર એક ચાની ચમચી અજમો ફાંકવાથી ફાયદો થઈ શક છે. આના સુગંધિત તત્વો દારૂ માટે લાગતી તલબને દૂર રાખવાનુ કામ કરે છે. 
 
- કાનમાં દુ:ખાવો થાય ત્યારે અજમાનુ તેલનુ એક ટીપું નાખવાથી આરામ મળે છે. 
- પેટમાં દુ:ખાવો થાય ત્યારે આ લાભકારી છે. 
 
- સૂકી ખાંસીમાં પાન સાથે અન્ય થોડો અજમો લેવાથી ફાયદો થાય છે. 
 
- વરિયાળી અને અજમો મિક્સ કરીને એક સારા માઉથ ફ્રેશનરનુ કામ કરે છે. 
- આર્થરાઈટિસના દર્દીઓને પગમાં દુ:ખાવો થાય ત્યારે અજમાના તેલની માલિશ કરવાથી રાહત મળે છે. 
 
અજમાના આ બધા પ્રયોગ ફાયદાકારક છે અને સાધારણ રીતે આનો પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ કોઈ
ખાસ પરિસ્થિતિમાં પર્યાપ્ત માર્ગદર્શન અને સલાહ સાથે આનુ સેવન કરો.