1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

ચતુર કવિરાજ

ચતુર કવિરાજ
કોઈ એક રાજાના દરબારમાં એક ચતુર કવિરાજ હતા , જેમણે પોતાની બુધ્ધિ પર બહુ અભિમાન હતુ.એ હોશિયાર પણ હતા. રાજા પણ તેમની દરેક વાત માનવા તૈયાર થઈ જતા હતા.

એક દિવસ કવિરાજે રાજા ઉપર એક કવિતા લખી જે સાંભળીને રાજા ખૂબ ખુશ થઈ ગયા, તેમણે કવિરાજ ને કહ્યુ કે "માંગો, તમે જે માંગશો તે આપીશ. કવિરાજે થોડીવાર આકાશ માં જોઈને વિચારતા રહ્યા, પછી બોલ્યા ' મહારાજ મને એક શિકારી કુતરો આપી દો ' આ સાંભળીને બધા દરબારીઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા. બધાએ વિચાર્યુ કે કવિરાજે તો એક સોનેરી તક ગુમાવી દીઘી. તે ચાહત તો સોનાના સિક્કા પણ માંગી શકત. રાજાએ કહ્યુ ' તમને શિકારી કુતરો પણ મળી જશે.'

કવિરાજ પાછા બોલ્યા' મહારાજ તમે તો ખૂબ દયાવાન છો, અગર ઘોડો પણ મારી પાસે હોત તો હુ શિકાર પર જતો' રાજાએ તો ઘોડો પણ આપી દીઘો.

કવિરાજે ફરી પોતાની ઈચ્છા બતાવતા કહ્યુ કે 'જ્યારે હુ શિકાર કરી ને આવુ તો મને કોઈ બનાવીને ખવડાવનારુ હોય તો ધણુ સારું' રાજાએ તેમને એક રસોઈયો પણ આપી દીઘો.

કવિરાજે પોતાની માંગણી આગળ વઘારતા કહ્યુ કે ' મહારાજ તમે બહુ ઉદાર છો, પણ હુ આટલા બધા ઉપહારોને મૂકીશ ક્યા? રાજાએ તેમને એક મહેલ પણ આપી દીઘો. કવિરાજ નુ મન હજુ પણ ભરાયુ નહોતુ.

એથી એ બોલ્યા હુ આટલી મોટી વ્યવસ્થાને સાચવીશ કેવી રીતે, આ બધુ કામ હુ કઈ રીતે કરીશ ? રાજાએ કહ્યુ ' હું આપીશ તમને એક ખજૂર નો બાગ જેમા તમે તમારુ બધુ કામ જમાવી લેજો. કવિરાજ તો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા અને બોલ્યા ' તમે છો કવિતાના સાચા કદરદાન ,તમે મારો આભાર સ્વીકાર કરો.