ચાલાક સસલું
નંદનવનના બધાં જાનવરો ધણાં ઉદાસ હતા, કારણકે તેમના જીવનનો કોઈ ભરોસો નહોતો. એમના દુ:ખનું કારણ હતુ નંદનવનનો રાજા સિંહ, જ્યારે પણ તેને ભુખ લાગે ત્યારે તે એક સાથે ચાર-પાંચ જાનવરોનો શિકાર કરતો પણ ખાતો ફક્ત એક જ, બાકીના જાનવરો એમને એમ પડ્યા-પડ્યા સડી જતા. આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. નંદનવનના જાનવરો બીંકના માર્યા બહાર પણ નીકળી ન શકતા. કારણ ક્યારે એમને કાળનો કોળિયો બનવુ પડે કહેવાય નહિ.
એક દિવસ જાનવરોએ એક સભા રાખી, જેમા તેમને સિંહના આ વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી. હાથીભાઇ બોલ્યા "આમ જ ચાલશે તો આપણા વનમાં જાનવરોની સંખ્યા બિલકુલ ઓછી થઈ જશે". રીંછ બોલ્યું "આપણે વનરાજને આ અંગે વાત કરવી જોઈએ". વાંદરાભાઈ વચમાંજ ટપકી પડ્યા- પણ તેની સામે આ વાત કરવા જશે કોણ ? આ વાત સાંભળી બધા જાનવરો ચુપ થઈ ગયા. મામલો ધણો ગંભીર હતો, અને વાત પણ સાચી હતી કે સિંહની સામે જવું અને એ પણ આવી વાત કરવા! આ તો સામે ચાલી ને મોતના મુખમાં જવા જેવુ કહેવાય.
આખરે નક્કી થયું કે બધાં જાનવરો ભેગામળીને વાત કરવા કરીશું. બીજા દિવસે બધા ભેગામળીને ડરતા-ડરતા સિંહની સામે ગયા. બધાને એકસાથે જોઈને વનરાજે ત્રાડ નાખી, અને બોલ્યો શું કામ છે ? બધા જાનવરો માંથી સસલાએ હિંમત કરીને કહ્યુ કે "વનરાજ એક વિનંતી કરવાની હતી."
સિંહ બોલ્યો "કહો". જાનવરોના નેતા રીંછભાઈ બોલ્યા, તમે રોજ એક સાથે ઘણાં જાનવરો ને મારો છો અને ખાવ છો માત્ર એક, અમે બધાંએ નક્કી કર્યુ છે કે રોજ અમારા માંથી એક જાનવર બપોર પહેલા તમારી પાસે આવશે. તમે તેને નિરાંતે ખાજો. સિંહએ મનમાં વિચાર કર્યો કે "આ તો મારા માટે ઘણુ સારું, મારે મહેનત જ નહિ કરવી પડે". તેને બનાવટી ગુસ્સો બતાવતા કહ્યું ઠીક છે, પરંતુ અગર એક દિવસ પણ મોડું થશે તો તમને બધાને જાન થી હાથ ધોવો પડશે.
આમ નક્કી કર્યા પ્રમાણે રોજ એક-એક જાનવર વનરાજ પાસે જવા લાગ્યો, વનરાજ ને પણ શિકાર કરવાની મહેનત નહોતી કરવી પડતી અને જાનવરો કોઈ પણ ડર વગર નિરાંતે ફરી શકતા હતા. એક દિવસ સસલાનો વારો આવ્યો. જ્યારે તે જવા નીકળ્યો ત્યારે તેને રસ્તામા વિચાર આવ્યો કે "જો આ જંગલમાં વનરાજ ન હોય તો બધાં જાનવરો કેટલા આરામથી રહી શકે. આમ વિચારતા-વિચારતા તે પાણી પીવા માટે કૂવાને કાંઠે ગયો, અને એના મનમાં એક વિચાર આવી ગયો, તે ખુશ થતો-થતો વનરાજ પાસે ગયો. સસલાને આવવામાં મોડું થયુ હતું માટે સિંહને ધણો ગુસ્સો આવ્યો. તે બરાડ્યો "કેમ મોડુ થયુ?" સસલાએ ગભરાતા ગભરાતા કહ્યું" વનરાજ એક બીજો સિંહ મળી ગયો હતો, જે કહેતો હતો કે આ જંગલની રાજા હું છું તેથી હું તને ખાઇશ, પણ હુ તમને મળવાની પરવાનગી લઈને આવ્યો છું. સસલાની આ વાત સાંભળી સિંહ ગુસ્સામા બોલ્યો મારા સિવાય બીજુ કોણ છે? ચાલ બતાવ મને.
સસલો સિહને લઈને કુવા પાસે ગયો અને બોલ્યો આ કૂવામાં તે સંતાઈ ગયો છે. સિંહે કુવામા જોયુ અને પોતાનુ પ્રતિબિંબ જોઈને તેને લાગ્યુ કે સાચેજ કુંવામા બીજો સિંહ સંતાયો છે. અને તે તરતજ કુવામાં કુદી પડ્યો અને ડૂબી ગયો. સસલાભાઈ ખુશ થતાં થતાં ઘરે પાછો ફર્યો.
બધાએ સસલાની બુધ્ધિના વખાણ કર્યા અને ખાધું-પીધું ને મોજ કરી.