1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

જેવા સાથે તેવા.

જેવા સાથે તેવા.
ઊંટ અને શિયાળ બે ભાઈબંધ હતા. એક દિવસ ઊંટ બોલ્યુ કે ' શિયાળ ભાઈ, આજે તો શેરડી ખાવાની ઈચ્છા છે'

શિયાળ બોલ્યુ ' હા, ચાલો નદીની પેલે પાર એક શેરડીનુ ખેતર છે, પણ હું તો પાણીમાં તરી શકતો નથી તો પછી હુ કેવી રીતે શેરડી ખાવા આવી શકુ.'

'તુ ચિંતા ન કર, હું છુ ને તને લઈ જઈશ નદીની પેલે પાર' ઊંટ ભોળા ભાવથી બોલ્યુ.

આમ શિયાળ ઊંટના પીઠ પર સવાર થઈને નદી પાર કરવા માંડ્યું, રસ્તામાં શિયાળ બોલ્યુ' મને તો ડર લાગે છે, હુ પડી જઈશ તો?

ઊંટ કહે' ચિંતા ન કર, હું તને પડવા નહિ દઉ'

નદી પાર કરતાજ બંને ખેતરમાં ઘીરેથી જઈને જોયુ તો ખેતરનો માલિક આરામથી ઉંઘી રહ્યો હતો.

ચાલો છાનામાના શેરડી ખાઈ લઈએ ' બંને બોલ્યા.

ઊંટ શેરડી ખાતુ હતુ ત્યાં તો શિયાળ બોલ્યુ ' મારુ તો પેટ ભરાઈ ગયુ છે, હવે મને ગીત ગાવાનુ મન થાય છે. ઊંટે તેને આમ કરવાની ના પાડી, પણ શિયાળ માન્યુ નકિ અને તેને ગાવા માંડ્યુ, તેનો અવાજ સાંભળી ખેતરનો માલિક જાગી ગયો અને બંનેની પાછળ લાકડી લઈને ભાગ્યો. શિયાળ તો જીવ લઈને ભાંગ્યુ, પણ ઊંટ ભાગી ન શક્યુ તેથી કરીને તેને ખેડૂતનો માર ખાવો પડ્યો. માર ખાઈને પરત ફરેલા ઊંટને જોતાજ શિયાળ બોલ્યુ 'સોરી , ઊંટભાઈ ખાઘા પછી મને ગાવાની આદત છે.'

ઊંટભાઈ તો કશુ ન બોલ્યા, તેમને ચુપચાપ શિયાળ ને પોતાના પીઠ પર બેસાડી લીઘુ અને નદી પાર કરવા માંડ્યુ. નદીની વચ્ચે આવીને ઊંટ બોલ્યુ " મને તો આળોટવાની ઈચ્છા થાય છે.'

શિયાળ બોલ્યુ કે ' એવુ ન કરતા નહિ તો મેં ડૂબી જઈશ.' પણ ઊંટભાઈએ તો ઘ્યાન આપ્યુ નહિ અને પાણીમાં આળોટવા માંડ્યા જેથી શિયાળભાઈ તો ડુબવા માંડ્યા. તેમને ડૂબતા જોઈ ઊંટ બોલ્યુ ' સૉરી, શિયાળભાઈ , મને ખાઘા પછી આળોટવાની આદત છે.

આમ, ઊંટે બદલો લઈ લીધો

જે જેવા કર્મ કરે છે તે તેવું જ પામે
About Writer
વેબ દુનિયા