મૂર્ખતાના નિશાન
|
બળદ બોલ્યો કે હું દિવસભર કામ કરુ છુ, તેના બદલામાં ખેડૂત બે ટાઈમ જમવાનુ આપે છે, મારી સંભાળ રાખે છે, મારી રક્ષા કરે છે. બીજી મહત્વની વાત એ કે તેની પાસે બુધ્ધિ છે, મારુ તો માનવુ છે કે જેની પાસે બુધ્ધિ હોય છે તેને કોઈ નથી હરાવી શકતુ. વાઘનુ માથું ભણક્યુ તેણે પૂછ્યુ - આ બુધ્ધિ એટલે શુ ? બળદ બોલ્યો - મને નથી ખબર.
હવે વાઘ તો મૂંઝવણમાં પડી ગયો. તેમને વિચાર્યુ કે હું સૌથી વધુ તાકતવાળો જાનવર છુ, મારા શરીરનો સુંદર રંગ જુઓ, શુ કોઈ મારા કરતા પણ વધુ સારો હોઈ શકે છે. આટલુ થવાની સાથે જ જો મારી પાસે બુધ્ધિ પણ આવી જાય તો મને કોઈ નહી હરાવી શકે.
થોડીવાર પછી જ્યારે ખેડૂત જમીને પાછો આવ્યો ત્યારે વાધ તેની સામે કૂદી પડ્યો. ખેડૂત પહેલા તો ગભરાઈ ગયો. વાઘે કહ્યુ - ખેડૂત ભાઈ મને તમને કાંઈક પૂંછવુ છે. ખેડૂતને થોડી હિમંત આવી અને તે બોલ્યો - જલ્દી પૂછો મારે બહુ કામ કરવાનુ છે. વાઘ બોલ્યો - મેં સાંભળ્યુ કે તમારી પાસે બુધ્ધિ છે, થોડી બુધ્ધિ મને જોઈએ છે. ખેડૂતે કહ્યુ - અરે ભાઈ આટલી અમથી વાત. તમારે પહેલા બતાવુ જોઈએ ને. જ્યારે હું જમવા ઘરે ગયો ત્યારે બુધ્ધિને ત્યાં જ મૂકી આવ્યો હતો. અવે તો મને પાછુ ઘરે જવુ પડશે. વાઘે કહ્યુ - તો જાઓ, હું તમારી અહીં જ રાહ જોઈશ.
ખેડૂતે પલટીને જવાબ આપ્યો - પણ, મને તારા પર ભરોસો નથી, મારા ગયા પછી તુ મારા બળદને ખાઈ જઈશ તો ? વાઘે કહ્યુ - મારો વિશ્વાસ કરો. પણ ખેડૂત નહી માન્યો. તેણે કહ્યુ - એવુ છે તો હુ તને દોરડાથી બાંઘીને ઘરે જઈ શકુ છુ. વાઘ તો તરત જ તૈયાર થઈ ગયો. ખેડૂતે જાડુ દોરડું લઈને વાઘને ખેતરમાં આવેલા એક ઝાડ સાથે બાંઘી દીધો. ત્યારબાદ તે પોતાના કામમાં લાગી ગયો. વાઘને આશ્વર્ય થયુ. તેણે ત્રાડ નાખતા કહ્યુ - હવે તમે ઘરે કેમ નથી જતા.
ખેડૂતે વાત સાંભળી ન સાંભળી કરી દીધી. વાઘ સાંજ સુધી ત્રાડ નાખતો રહ્યો પણ ખેડૂત ચૂપચાપ કામમાં લાગેલો રહ્યો. સાંજે ખેડૂતે બળદ અને હળ લીધા અને ઘરની તરફ જવા લાગ્યો. ત્યારે વાઘે કહ્યુ - મને તો છોડી દો. ખેડૂતે તેની વાત સાંભળ્યા વગર એક લાકડી ઉઠાવી અને વાઘને સારી રીતે ધોઈ નાખ્યો. વાઘને આખા શરીરે નિશાન પડી ગયા. ખેડૂતના હાથનો માર ખાઈને વાઘનુ શરીર સૂજી ગયુ. ખેડૂત તો ઘરે ચાલ્યો ગયો. વાઘ આખી રાત દોરડા સાથે રગડાતો રહ્યો, અને છૂટવાની કોશિશ કરતો રહ્યો, છેવટે સૂરજ નીકળતા પહેલા તેણે જ્યારે પૂરી તાકત લગાવી ત્યારે તે દોરડુ તોડી શક્યો.
આખો દિવસ અને રાત દોરડાથી બંધાઈને રહેવાને કારણે તેનુ શરીર તૂટી રહ્યુ હતુ અને તે થાકી પણ ગયો હતો. તેના સોનેરી શરીર પર દોરડુ અને મારના નિશાન પણ પડી ગયા હતા. વાઘે તે નિશાન છોડવાની ઘણી કોશિશ કરી પણ છૂટી ન શક્યા. તમે વાઘના શરીર પર જે કાળા પટ્ટા જુઓ છો તેની પાછળા વાર્તા છે. આજે પણ તેના શરીર પર તે પટ્ટા દેખાય છે જે બતાવે છે કે તેનામાં આજે પણ અક્કલ નથી.