1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મહાશિવરાત્રિ 08

ભવનાથનો મેળો

ભવનાથનો મેળો
N.D
જુનાગઢ ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથમાં આજથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે. આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધુણી ધખાવીને બેસી જાય છે. આ મેળાનુ મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનુ સરધસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજુ કરે છે. ગયા વર્ષે તો એક સાધુએ પોતાની ઈન્દ્રી વડે પોલીસની જીપને ખેંચી હતી. ભોલેનાથ ના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો આજથી વાજતે-ગાજતે શરૂ થશે.

આ મેળામાં સૌ પ્રથમ મંદિરમાં પૂજન અર્ચન કર્યા પછી મંદીરમાં ધ્વજનુ રોહણ કરીને મેળાનો શુભારંભ કરવામાં આવે છે. આ મંદિરમાં પૂજાવિધિ મંદિરના મહંત રમેશગીરીબાપુના હાથે મંત્રોચ્ચાર સાથે થાય છે. એવુ જાણવા મળ્યુ છે કે આ મેળામાં ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. ગોપાલાનંદજી અને અંબાજી મહંત પુ તનસુખગીરીબાપુ, મહામંડલેશ્વર પુ. ભારતીબાપુ, શ્રી શેરનાથબાપુ જેવા સાધુ સંતો ઉપસ્થિત રહેશે.

આ મેળો 6 દિવસ સુધી ચાલે છે. આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે. આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવે છે જેમાં નાના-મોટા વેપારીઓ પોતાના રોજી રોટીની શરૂઆત પહેલા દિવસથી જ કરી દે છે. આ મેળામાં છ દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે. આ મેળા માટે પોલીસનો પૂરતો બંધોબસ્ત પણ કરવામાં આવે છે.

આ મેળાનો મહિમા અનોખો છે. દર વર્ષે આઠથી દસ લાખ લોકો મેળાને માણવા દૂર દૂરથી આવે છે. વધુ ભીડ તો જ્યારે નાગા બાવાઓનુ સરઘસ મહા વદ ચૌદશને દિવસે નીકળે છે ત્યારે થાય છે.
About Writer
વેબ દુનિયા