1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો

ઝૂમ બરાબર ઝૂમ

ઝૂમ બરાબર ઝૂમ
નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - શાદ અલી
સંગીત - શંકર-અહસાન-લોય
ગીતકાર - ગુલજાર
કલાકાર - અભિષેક બચ્ચન, પ્રિતી ઝિંટા, બોબી દેઓલ, લારા દત્તા.

બંટી અને બબલી' ના નિર્દેશક શાદ અલી 'ઝૂમ બરાબર ઝૂમ ' લઈને આવી રહ્યા છે. 'બંટી અને બબલી' પછી દર્શકોને આ ફિલ્મથી વધુ અપેક્ષાઓ છે.

રિક્કી ઠુકરાલ (અભિષેક બચ્ચન) અને અલવીરા ખાન (પ્રીતી ઝિંટા) લંડન સ્ટેશન પર પોત-પોતાના ભાવિ જીવન સાથીની રાહ જોતા હોય છે. તેમને ખબર પડે છે કે બર્મીધનથી આવવાવાળી ટ્રેન લેટ છે. બંનેના મંગેતર તે જ ટ્રેનથી આવી રહ્યા છે. સમય વિતાવવા તેઓ એક કેફે માં જાય છે. અને એક જ ટેબલ પર સામસામે બેસે છે. બંને અજાણ્યાં છે પણ સમય વિતાવવા વાતચીત શરુ કરે છે. બંને પોતાની પ્રેમ કહાની સંભળાવે છે.

રિક્કી કહે છે કે તે પ્રેમિકા અનાઈડા(લારા દત્તા) ને પેરિસમાં મળ્યો હતો. બંનેની મુલાકાત ત્યારેજ થઈ હતી જ્યારે પ્રિસેંસ ડાયનાની કાર દુર્ઘટનામાં મોત થઈ હતી. રિક્કી ખૂબ ગર્વથી બતાવે છે કે 'જ્યારે બે પ્રેમી મર્યા હતા ત્યારે અમે બંને પ્રેમીયોનો જન્મ થયો હતો.'

હવે અલવીરાનો વારો હતો. તેને તેનો રાજકુમાર મૈડમ તુસાદ ના સંગ્રહાલયમાં મળ્યો હતો. જ્યારે તે સંગ્રહાલયમાં હતી ત્યારે સુપરમૈન નું મીણનું પૂતળું તેના પર પડી રહ્યું હતુ. ત્યા હાજર સ્ટીવ(બૉબી દેઓલ)એ આ જોતાં જ પલકવારમાંજ અલવીરાને બચાવી લીધી. અલવીરાની જીંદગી તો બચી ગઈ પણ તેનું દિલ સ્ટીવે ચુરાવી લીધું. બસ, પછી તો શું હતું, બંનેની પ્રેમ કહાની શરુ થઈ ગઈ.

બંને અજાણ્યા એકબીજા સાથે હળીમળી ગયા. બંનેને એકબીજાની કંપનીમાં મજા પડવા લાગી. પરંતુ બંનેના સ્વભાવ અને વિચારમાં જમીન-આસમાનનું અંતર હતું. રિક્કી ભારતીય છે, અલવીરા પાકિસ્તાની. રિક્કી ઘૂર્ત, લંપટ, અને ચાલાક પ્રકારનો છોકરો છે, તો અલવીરા શાંત અને ધૈર્યવાન. પણ કોણ જાણે કેમ, બંનેમાં આટલી અસમાનતાઓ હોવાં છતાં બંને એકબીજાથી આકર્ષિત કેમ થઈ રહ્યા હતા?

બધી બાબતે ગડબડ થતી જોવા મળી રહી હતી. રિક્કી અને અલવીરા એક બીજાને ચાહવા માંડ્યાં તો અનાઈડા અને સ્ટીવનું શું થશે?
આગળની સ્ટોરી જાણવા માટે 'ઝૂમ બરાબર ઝૂમ ' જોવી પડશે.
About Writer
સમય તામ્રકર