1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. khathiwadi bhojan thali in gujarati

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

Kathiyawadi moong recipe

ખાટા મગ બનાવવા માટે જરૂરી સામગ્રી:

1 કપ મગ
1 થી 2 ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ
1/2 ચમચી હળદર
મીઠું સ્વાદ અનુસાર
જરૂર મુજબ છાસ
2 ચમચી તેલ
1/2 ચમચી જીરું
1 સુકું લાલ મરચું

બનાવવાની રીત:

 
સૌપ્રથમ મગને ત્રણથી ચાર વાર સાફ પાણીથી ધોઈ લો. હવે કુકરમાં મગ સાથે આદું-લસણ-મરચાંની પેસ્ટ, હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. જરૂરી પ્રમાણમાં પાણી નાખી ગેસને મિડિયમ ફ્લેમ પર રાખીને લગભગ પાંચ વિસલ સુધી મગને બાફી લો.
 
મગ સારી રીતે બફાઈ જાય પછી તેમાં જરૂર મુજબ છાસ ઉમેરી સરસ રીતે મિક્સ કરો, જેથી મસાલાનો સ્વાદ મગમાં સારી રીતે ભળી જાય. ત્યારબાદ મગને થોડીવાર ઉકળવા દો.
 
હવે વઘાર માટે એક વઘારિયાંમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, લાલ મરચું અને હિંગ ઉમેરો. તૈયાર વઘારને મગમાં ઉમેરી બરાબર મિક્સ કરો. પછી ફરી થોડો સમય ઉકળવા દો. તૈયાર છે સ્વાદિષ્ટ ખાટા મગ.

Kathiyawadi moong recipe
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો