નવી ફિલ્મ : જેલ
IFM
નિર્દેશક - મધુર ભંડારકર
સંગીત - શરીબ સાબરી, તોશી સબરી, શમીર ટંડન
કલાકાર - નીલ નિતિન મુકેશ, મુગ્ધા ગોડસે, મનોજ વાજપેયી, આર્ય બબ્બર, ચેતન પંડિત, રાહુલ સિંહ
પરાગ દિક્ષિત (નીલ નીતિન મુકેશ)નુ માનવુ છે કે તેના પર ઈશ્વરની અપાર કૃપાક છે. પરાગની ઉંમર છે 25 વર્ષની આસપાસ. આ વયે તેની પાસે બધુ જ છે. સુખ-સગવડના બધા જ સાધનો, મનગમતુ કામ અને સુંદર ગર્લફ્રેંડ. માનસી (મુગ્ધા ગોડસે)પણ પરાગને ખૂબ જ પ્રેમ કરે છે.
IFM
જેલમાં પરાગની મૈત્રી નવાબ (મનોજ વાજપેયી)સાથે થાય છે, જે 20 વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો છે. નવાબથી બધા ગભરાય છે અને કોઈને પૂછવાની હિમંત નથી થતી કે તે જેલમાં કેમ છે ? નવાબનુ દિલ કહે છે કે પરાગ નિર્દોષ છે. જેલની બહાર માનસી જ તેની એકમાત્ર આશા છે.
IFM
પરાગની સામે બે જ વિકલ્પ છે. એ પોતાનુ શોષણ થવા દે કાં તો જેલની વ્યવસ્થા વિરુધ્ધ અવાજ ઉઠાવે.