મિશન ઈસ્તાંબૂલ
|
નિર્દેશક : અપૂર્વ લાખિયા
સંગીત : અનૂ મલિક, ચિત્રાંતન ભટ્ટ, શમેર ટંડન.
કલાકાર - જાયેદ ખાન, વિવેક ઓબેરોય, શબ્બીર અહલૂવાલિયા, શ્રેયા સરન, શ્વેતા ભારદ્વાજ, સુનીલ શેટ્ટી, અભિષેક બચ્ચન (અતિથિ કલાકાર).
મિશન ઈસ્તાંબુલ વાર્તા છે પત્રકાર વિકાસ સાગર(જાયેદ ખાન)ની જે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. વિકાસ એક એવો રિપોર્ટર છે જે સ્કૂપની શોધમાં ક્યાંય પણ જવા તૈયાર છે અને તેને માટે પોતાનો જીવ પણ જોખમમાં નાખી શકે છે.
|
એવુ માનવામાં આવે છે કે 'અલ જોહરા'ના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદિઓ સાથે જોડાયેલા છે અને આ ચેનલ તેમની પ્રવક્તા છે. વિકાસ પાસે આ ચેનલ શુ આશા રાખે છે, તે માટે તેને ત્રણ મહિનાના એક પોગ્રામમાં ભાગ લેવા માટે તેને તુર્કીની રાજધાની ઈસ્તાંબુલ બોલાવવામાં આવે છે.
|
એક એવી જગ્યા જ્યાં ફક્ત બંદૂકની ભાષા જ સાંભળી અને બોલી શકાય છે, ત્યાં પત્રકાર શુ કરી બતાવશે ? જોવા માટે જુઓ 'મિશન ઈસ્તાંબુલ'