મંગળવાર, 1 જુલાઈ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
Written By
Last Modified: રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (15:17 IST)

નરેન્દ્ર મોદીના સુવિચાર

Narendra Modi
Narendra modi suvichar- 
નરેન્દ્ર મોદીનું નામ આજે દરેક ભારતીયના હોઠ પર છે. તો ચાલો જાણીએ તેમના શબ્દોમાંથી આવતા ઉચ્ચ વિચારો-
 
જેઓ ડરતા હોય છે તે તેમની છબી માટે મૃત્યુ પામે છે અને હું ભારતની છબી માટે મૃત્યુ પામુ છુ. એટલા માટે હું કોઈથી ડરતો નથી.
 
જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે બધા તમારી હારની રાહ જોતા હોય. 
 
ખરાબમાં સારું જોશો તો ફરક પડશે, સારામાં ખરાબ શોધવો એ દુનિયાનો રિવાજ છે.
 
હું આ દેશનો હનુમાન છું, આ દેશ મારો રામ છે, હું મારી છાતી ફાડીને બતાવીશ કે અંદર હિન્દુસ્તાન બેઠું છે.
 
મને દેશ માટે મરવાનો મોકો નથી મળ્યો, પણ દેશ માટે જીવવાનો મોકો મળ્યો.
 
આ ભારત દેશ કોઈ રાજકીય પક્ષ, રાજા કે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો નથી. આ ભારત દેશ ખેડૂતો અને કામદારોની ભેટ છે.
 
હું એક નાનો વ્યક્તિ છું જે નાના લોકો માટે કંઈક મોટું કરવા માંગે છે.
 
હું મ્યુનિસિપલ કોર્પોરેશનનો ચેરમેન હોત તો પણ પીએમ હોઉં ત્યારે જેટલી મહેનત કરું છું એટલી જ મહેનત કરીશ.
 
ન તો હું પડ્યો કે ન મારી આશાનો બુરજ પડ્યો, પણ કેટલાક લોકો મને પડાવવાની કોશિશમાં ઘણી વાર પડ્યા છે.