1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નરેન્દ્ર મોદી
  4. You Will Feel The Difference in India: PM Narendra Modi Writes in Wall Street Journal

અમેરિકી છાપામાં પીએમ મોદીએ લખ્યો લેખ, "જલ્દી જોવા મળશે બદલાયેલુ ભારત"

#નરેન્દ્ર મોદી
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વ્યસ્ત અમેરિકા પ્રવાસના એક દિવસ પહેલા અમેરિકાના છાપા વોલ સ્ટ્રીટ જર્નલમાં પોતાનો લેખ લખ્યો છે કે આવનારા એક મહિનામાં તમને એક બદલાયેલુ ભારત જોવા મળશે. તેમણે લખ્યુ કે જો તમે પહેલા ક્યારેય ભારત ગયા છો તો આવનારા મહિનાઓમાં તમને બદલાયેલુ ભારત જોવા મળશે. ભારતને વેપાર, વિચાર, શોધ, નવાચાર અને પર્યટન માટે ઉદાર અને મૈત્રીપુર્ણ બનાવવામાં આવશે. 
 
અમેરિકાને પ્રાકૃતિ વૈશ્વિક ભાગીદાર બતાવતા મોદીએ લખ્યુ છે કે ભારત અને અમેરિકા એક બીજાની સફળતામાં મૂળભૂત ભાગ રાખે છે.  'મેક ઈન ઈંડિયા' અભિયાનની શરૂઆતના એક દિવસ પછી પ્રધાનમંત્રીએ લખ્યુ કે ભારતમાં અફસરશાહીને સરળ અને નાનુ બનાવવાની સાથે જ સરકારને પારદર્શી અને જવાબદાર બનાવવામાં આવશે. તેમણે લખ્યુ કે વિકાસને વધારવા અને લોકોની મૂળભૂત જરૂરિયાતોને પુર્ણ કરવા માટેની ખૂબ જરૂર છે. જેને અમે પુર્ણ કરીશુ અને વિશ્વ સ્તરીય આધારભૂત માળખુ તૈયાર કરીશુ.  અમે અમારા શહેરોને સ્માર્ટ અને રહેવા લાયક બનાવીશુ અને અમારા ગામ આર્થિક ફેરફારના નવા એંજિન બનશે.  'મેક ઈન ઈંડિયા' અમારી પ્રતિબદ્ધતા છે જે સૌને માટે આમંત્રણ છે. જેનાથી ભારતને એક વૈશ્વિક નિર્માણ હબ બનાવી શકાય. 
 
 
પોતાના લેખમાં મોદીએ લખ્યુ કે ભારતમાં ફેરફારની ઊંચી લહેર છે. 1.25 અરબ લોકો રાજનીતિક સ્થિરતા, ગુડ ગવર્નેસ અને ઝડપી વિકાસ ઈચ્છે છે. મોદી પાંચ દિવસની અમેરિકા યાત્રા પર ગયા છે. આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપશે અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પણ મુલાકાત કરશે. આ દરમિયાન અમેરિકામાં રહેનારા ભારતીયોને મોદી ન્યૂયોર્કના મેડિસન ગાર્ડનમાં સંબોધિત કરશે.