Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

મિશન ફાઈવ મિલિયન ટ્રી’થી હરિયાળું બનશે અમદાવાદ, 50 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન શરૂ

Updated: રવિવાર, 12 જુલાઈ 2026 (09:37 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ અને અધિકારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના પ્રવાસ દરમિયાન શહેરમાં વૃક્ષારોપણ અને વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
 
ALSO READ: ગુજરાતમાં તેજ પવનના લીધે વરસાદે લીધો વિરામ: 15 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થવાની અને ભારે વરસાદની આગાહી
અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મહત્ત્વાકાંક્ષી 'મિશન ફાઇવ મિલિયન ટ્રી' અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન હેઠળ શહેરમાં મોટા પાયે વૃક્ષારોપણ કરીને અમદાવાદને વધુ હરિયાળું અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
 
આ ઉપરાંત તેઓ સાયન્સ સિટી ખાતે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ ઘાટલોડિયા વિસ્તારમાં આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે. વેજલપુર વિધાનસભા વિસ્તારના બોપલ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ તેમની ઉપસ્થિતિ રહેશે.

ALSO READ: અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે: કરોડોના વિકાસ કાર્યો અને 1 કરોડ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન
પ્રવાસ દરમિયાન અમિત શાહ નારણપુરા વિધાનસભા વિસ્તારમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આમ, તેઓ અમદાવાદમાં કુલ ચાર અલગ-અલગ સ્થળોએ વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે.
 
કેન્દ્રીય ગૃહમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ કાર્યક્રમ સ્થળોએ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરાળી છે

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

Jubin Nautiyal ના ઘરમાં ગૂંજી કિલકારી, પત્નીએ આપ્યો પુત્રને જન્મ, ફેંસને આ રીતે આપ્યા ગુડ ન્યુઝ

દ્રશ્યમ 3 ની એડવાંસ બુકિંગએ મચાવી ધૂમ, રીલિઝ પહેલા જ વેચાય ગયા 4 લાખ ટિકિટ, થશે રેકોર્ડતોડ ઓપનિંગ

ગુજરાતી જોક્સ - ગાયત્રી મંત્ર

આગળનો લેખ
Show comments