બુધવાર, 19 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બીડ , શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2025 (14:54 IST)

'I Love Mohammad' ના મંચ પરથી CM યોગીને ખુલ્લેઆમ ધમકી, મૌલવીએ કહ્ય - અહી દફનાવી દઈશુ

Man Threatens CM Yogi
Man Threatens CM Yogi
 આ સમયના સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રના બીડ જીલ્લાથી સામે આવી રહ્યા છે. અહી આઈ લવ મોહમ્મદ કાર્યક્રમ દરમિયાન એક મૌલાનાએ સીએમ યોગી વિરુદ્ધ ખૂબ જ ભડકાઉ નિવેદનબાજી કરી છે.  મૌલાનાએ મંચ પરથી પોતાની તકરીરમાં સીએમ યોગીને ખુલ્લેઆમ દફનાવવાની ધમકી આપી. મૌલાને ભીડની વચ્ચે સીએમ યોગી વિરુદ્ધ ઘણા અપશબ્દ કહ્યા. સીએમ યોગીને ધમકી આપનાર વ્યક્તિએ તેમને માજલગાંવમાં મુસ્તફા મસ્જિદની મુલાકાત લેવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે જો યોગી ત્યાં આવશે તો તેમને ત્યાં દફનાવવામાં આવશે.
 
ધમકી આપવાનો વીડિયો આવ્યો સામે 
ઉલ્લેખનીય છે કે બીડના માજલગામમાં ખુલ્લા મંચ પરથી યૂપીના સીએમ યોગી આદિત્યનાથને દફન કરવાની ધમકી આપવામાં આવી છે. અહી આઈ લવ મોહમ્મદ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.  આ દરમિયાન એક મૌલવીએ મંચ પરથી સીએમ યોગીને દફનાવી દેવાની ધમકી આપી.  મૌલવીની ઓળખ અશફાક નિસાર શેખ તરીકે થઈ છે. હાલમાં માજલગાંવ પોલીસ સ્ટેશનમાં આ મામલે કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. વધુમાં, મૌલવીનું મુખ્યમંત્રી યોગીને ધમકી આપતું વિવાદાસ્પદ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

 
શુ છે આઈ લવ મોહમ્મદ કેમ્પેઈન ?
મુસ્લિમ સંગઠનો "આઈ લવ મોહમ્મદ" ને લઈને દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. શુક્રવારની નમાજ પછી અનેક સ્થળોએ મસ્જિદોની બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. આ જ ક્રમમાં બીડમાં એક મસ્જિદની બહાર પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે કાનપુરમાં "આઈ લવ મોહમ્મદ" પોસ્ટરો લગાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ખોટી છે. તેમનો આરોપ છે કે આનાથી સાંપ્રદાયિક સૌહાર્દ ખલેલ પહોંચી છે અને નિર્દોષ નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું છે. સીએમ યોગીને ધમકીઓના કિસ્સામાં પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું બાકી છે.