શરણમાંથી સ્વાભિમાન સુધીની સફર, ગૌરવ સાથે ભારતીયતાની મળી નવી ઓળખ ! ???????? ✔️ કેટલીક ક્ષણો ઈતિહાસનાં પાનાં પર નહીં, પરંતુ અનેક પરિવારોના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ જાય છે. અમદાવાદના સોલા સ્થિત સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ૧૫૮ શરણાર્થીઓને ભારતીયતાના ગૌરવ સાથે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યું. ✔️ CAA અંતર્ગત ૧૨૬ અને જિલ્લા કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા ૩૨ સહિત કુલ ૧૫૮ અરજદારોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. ✔️ માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં સંવેદનશીલતા, માનવતા અને ન્યાયના મૂલ્યોને સાકાર કરતી આ પહેલ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 13, 2026