સંબંધિત સમાચાર
- સિંગાપુર - મોદીએ મહાત્મા ગાંધીની તખ્તીનુ અનાવરણ કર્યુ, 70 વર્ષ પહેલા વિસર્જિત થઈ હતી બાપુની અસ્થિયો
- NDAના 4 વર્ષ પૂર્ણ થવા પર બોલ્યા શાહ - PM મોદીના આવવાથી બદલાયો દેશ
- 'PM બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ' - શત્રુધ્ન સિન્હાનો મોદી પર કટાક્ષ
- સ્નાઇપર રાઇફલથી PM મોદીને ઉડાવી દેવાનો ISનો હતો પ્લાન
- સોમનાથ મંદિરમાં ભક્તોએ વરસાવ્યો દાનનો વરસાદ, વાર્ષિક આવક 40 કરોડ રૂ.ને પાર
PM મોદીએ વિરાટનુ ફિટનેસ ચેંલેંજ કર્યુ પુરૂ, જુઓ Video
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીનુ ફિટનેસ ચેલેંજ પુરૂ કર્યુ છે. પીએમે બુધવારે પોતાના ટ્વિટર એકાઉંટ પર ફિટનેસનો એક વીડિયો રજુ કર્યો છે. જેમા તે અનેક પ્રકારના યોગા કરતા દેખાય રહ્યા છે. પીએમ મોદીએ આ સાથે જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ખેલાડી મનિકા બત્રાને ફિટનેસ ચેંલેજ આપ્યો છે. મોદીએ કોહલીનો ફિટનેસ ચેંલેંજ સ્વીકાર કરતા કહ્યુ હતુ કે હુ જલ્દી જ મારો ફિટનેસ વીડિયો રજુ કરીશ.
Here are moments from my morning exercises. Apart from Yoga, I walk on a track inspired by the Panchtatvas or 5 elements of nature - Prithvi, Jal, Agni, Vayu, Aakash. This is extremely refreshing and rejuvenating. I also practice
— Narendra Modi (@narendramodi) June 13, 2018
breathing exercises. #HumFitTohIndiaFit pic.twitter.com/km3345GuV2
વડાપ્રધાન મોદીએ જે વીડિયો શેયર કર્યો છે તેમા તેઓ પાર્કમાં અલગ-અલગ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે. વડાપ્રધાને લખ્યું કે હું મારી મૉર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો રજૂ કરી રહ્યો છું. યોગથી અલગ હું પ્રકૃતિથી જોડાયેલ પંચતત્વથી પણ પ્રભાવિત છું. આ ખૂબ જ રિફ્રેશ ફીલ કરાવે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરતાં તેમને પડકાર્યા હતા. અનુષ્કા શર્મા પહેલાં જ કોહલીની આ ચેલેન્જ પૂરી કરી ચૂકી છે.
