સંબંધિત સમાચાર
- Wayanad Landslides: વાયનાડ લૈડસ્લાઈડમાં અત્યાર સુધી 256 મોત, હજુ પણ કાટમાળમાં લોકો દબાયા હોવાની આશંકા.. રેસ્ક્યુ ઓપરેશન પર જાણો અપડેટ
- landslides: વાયનાડમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક 156 પર પહોંચ્યો, મૃતદેહો નદીમાં તરતા જોવા મળ્યા
- Wayanad Landslide: સેનાએ બચાવ્યા 1000 લોકોના જીવ, અત્યાર સુધીમાં 146 લોકોના મોત
- વાયનાડમાં લૈંડસ્લાઈડથી અત્યાર સુધી 43ના મોત, 400થી વધુ પરિવાર ફસાયા
- કેરળ વાયનાડમાં ભૂસ્ખલન, 19ના મોત, સેંકડો લોકો ફસાયા, PM મોદીએ લીધી સમીક્ષા
ચમત્કાર વાયનાડ કાટમાળથી 4 દિવસ પછી જીવીત નિકળ્યા 4 લોકો અત્યારે સુધી 308ની મોત
Wayanad Landslide: કેરળના વાયનાડમાં 30 જુલાઈએ સવારે થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. દુર્ઘટનાને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ હજુ પણ કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે અને લાપતા લોકોની શોધ ચાલી રહી છે.
બચાવ અભિયાન ચલાવી રહેલી સેનાએ આજે કાટમાળમાંથી 4 લોકોને જીવતા શોધી કાઢ્યા છે. જેમાં 2 મહિલા અને 2 પુરૂષો છે. મળતી માહિતી મુજબ, આ લોકોને વાયનાડના પડવેટ્ટી કુન્નુ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
સેના તરફથી મળેલી માહિતી મુજબ ચારેયને બચાવવા માટે ખૂબ કાળજી લેવામાં આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સેનાના એડવાન્સ હેલિકોપ્ટર પણ સ્થળ પર હાજર હતા. બચાવી લેવામાં આવેલી એક મહિલાના પગમાં ઈજા થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Death toll due to rain-induced landslide in Kerala's Wayanad district crosses 250, relief and rescue operations continue on war footing#Waynad #WaynadLandslide #kerala pic.twitter.com/ejgYifLDZ5
— SomeshPatel (@SomeshPatel_) August 2, 2024
