રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2024 (10:37 IST)

કેરળ વાયનાડમાં ભૂસ્ખલન, 19ના મોત, સેંકડો લોકો ફસાયા, PM મોદીએ લીધી સમીક્ષા

wayanad landslide
Kerala Wayanad landslide- કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે. મંગળવારે વહેલી સવારે મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં સેંકડો લોકો ફસાયા હતા. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે ઘણી ટીમો મોકલવામાં આવી છે.
 
અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
 
ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના સીએમ સાથે વાત કરી હતી. તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. પીએમઓ કાર્યાલયે કહ્યું કે વડાપ્રધાને દરેક મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) એ મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.