શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 30 જુલાઈ 2024 (08:44 IST)

Landslides in Wayanad,- કેરળ વાયનાડમાં ભૂસ્ખલનમાં પાંચના મોત, સેંકડો ફસાયા હોવાની આશંકા; વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ

Wayanad Land slide
Landslides in Wayanad kerala-  વાયનાડના સ્થાનિક અધિકારીઓએ એક બાળકના મૃત્યુની પુષ્ટિ કરી છે. વાયનાડ જિલ્લાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, થોંડરનાડ ગામમાં રહેતા નેપાળી પરિવારના એક વર્ષના બાળક સહિત કુલ પાંચ લોકોના મોત થયા છે. ભૂસ્ખલનનો વિસ્તાર જોતાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર, રાજ્યના મંત્રી બચાવ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરવા વાયનાડ જિલ્લામાં પહોંચશે. 



ભારે વરસાદ પછી ભૂસ્ખલન
મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે તમામ સરકારી એજન્સીઓ નાગરિકોની મદદ માટે રાહત અને બચાવ કાર્યમાં એક થઈને કામ કરી રહી છે. આરોગ્ય વિભાગના રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને ઇમરજન્સી ફોન નંબર 9656938689, 8086010833 જારી કર્યા છે. આ સિવાય વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી ટેકઓફ કરશે.