1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Womens reservation amendment bill in Loksabha Live

Parliament Special Session લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા, અમિત શાહ બોલ્યા - સપા નુ બસ ચાલે તો ઘરોની પણ જાતિ નક્કી કરી દે

women reservation
મોદી સરકારે આજે સંસદમાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા. આ બિલોનો હેતુ 2023 માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે. 16 થી 18 એપ્રિલ સુધી ચાલનારું આ ખાસ સત્ર સંસદથી લઈને દેશની રાજકીય દિશા સુધી દરેક બાબત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
મોદી સરકાર આજે દેશની અડધી વસ્તીને સૌથી મોટી ભેટ આપવા જઈ રહી છે. સરકારે આજે લોકસભામાં ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા. આમાં મહિલા અનામત સુધારા બિલ 2026, સીમાંકન બિલ 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ સુધારા બિલ, 2026નો સમાવેશ થાય છે. આ બિલોનો હેતુ 2023 માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવાનો છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે લોકસભામાં આ ત્રણ બિલ રજૂ કર્યા.
 
હુ સંવિઘાન સંશોધન બિલનો વિરોધ કરુ છુ - ઓવૈસી  
 
બિલ પર ચર્ચા કરતા  AIMIM ના સાંસદ અસરુદ્દીન ઓવૈસી કહ્યુ, હું સંવિઘાન સંશોધન બિલનો વિરોધ કરુ છુ. આ બિલ ફક્ત મહિલા અનામત માટે નથી. આ સંઘવાદના વિરોધી છે.   
 
ત્રણેય બિલોને પુર્નસ્થાપિત કરવા માટે ધ્વનિ મતથી પાસ કરાવવાની કોશિશ કરવામાં આવી. વિપક્ષે મત વિભાજન માંગ્યુ. ત્યારબાદ સ્પીકરે આ માટે વોટિંગની અનુમતિ આપી.  
 
 વિપક્ષ શા માટે વિરોધ કરી રહ્યું છે?
 
લોકસભામાં બિલ પર ચર્ચા માટે 18 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પીએમ મોદી બપોરે 3  વાગ્યે તેના પર ભાષણ આપશે. 17  એપ્રિલે લોકસભામાં ચર્ચા પછી ત્રણેય બિલ પર મતદાન થશે. 18 એપ્રિલે રાજ્યસભામાં ત્રણેય બિલ રજૂ કરવામાં આવશે, જ્યાં ચર્ચા માટે 10  કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. 18  એપ્રિલે રાજ્યસભામાં ચર્ચા પછી મતદાન થશે. મોદી સરકારે બિલ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, તો વિપક્ષ પણ વિરોધમાં ઉતરી આવ્યું છે. વિપક્ષ કહે છે કે તે મહિલા અનામત બિલનો વિરોધ નથી, પરંતુ તેને લગતા સીમાંકનનો વિરોધ કરે છે.
 
"તમે બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપી શકો છો, અમને કોઈ વાંધો નથી" શાહે અખિલેશ યાદવને જવાબ આપ્યો.
 
સપાના વડા અખિલેશ યાદવે મહિલા અનામત બિલ પર કહ્યું, "આ ગુપ્તચર લોકોની ગુપ્ત યોજના છે. અમે મહિલા અનામતની વિરુદ્ધ નથી, પરંતુ અમે  ઉતાવળથી લાવવામાં આવી રહેલ બીલ ના વિરુદ્ધ છીએ છે. જો વસ્તી ગણતરી થાય છે, તો દેશ જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરશે, અને જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે, તો દેશ અનામતની માંગ કરશે, પરંતુ તેઓ આ બધાને ટાળવા માંગે છે." અખિલેશે પૂછ્યું કે વસ્તી ગણતરી કેમ નથી થઈ રહી. તમે દગાબાજીથી  આ બિલ લાવવા માંગો છો. આના પર અમિત શાહે કહ્યું- અખિલેશ પૂછી રહ્યા છે કે વસ્તી ગણતરી કેમ નથી થઈ રહી. હું દેશને કહેવા માંગુ છું કે વસ્તી ગણતરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે અમે જાતિ વસ્તી ગણતરીની માંગ કરીશું. હું કહેવા માંગુ છું કે સરકારે આ અંગે પણ નિર્ણય લીધો છે. મુસ્લિમોને ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે, આનો તો સવાલ જ ઉભો નથી થતો. 
 
 
મહિલા અનામત બિલ પર બોલશે કોંગ્રેસના સાત નેતાઓ  
 
આજે લોકસભામાં સીમાંકન અને મહિલા અનામત બિલના મુદ્દાઓ પર કોંગ્રેસના સાત નેતાઓ બોલશે. આ નેતાઓમાં ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, મનીષ તિવારી, પ્રણિતિ શિંદે, કે. સુરેશ અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધી શુક્રવારે આ મુદ્દા પર બોલશે.
 
મહિલા અધિકારો માટે કામ કરી રહી છે મોદી સરકાર - અર્જુનરામ મેઘવાલ 
 
મતદાન પછી મહિલા અનામત બિલ પર ચર્ચા શરૂ કરતા, ભાજપનું પ્રતિનિધિત્વ કરતા અર્જુન રામ મેઘવાલે કહ્યું, "આપણા બંધારણ નિર્માતાઓએ બંધારણમાં સુધારો કરવા અને જાહેર હિતમાં નિર્ણયો લેવા માટે સત્તા આપી. આ ત્રણેય બિલ મહિલાઓ માટે છે. મોદી સરકાર મહિલાઓના અધિકારોને આગળ વધારવા માટે કામ કરી રહી છે. મહિલાઓ માટે જનધન ખાતા ખોલવામાં આવ્યા હતા. મહિલાઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે કહ્યું હતું કે મહિલા અનામત બિલ એક દિવસ પસાર થશે."
 
 
દિલ્હીના જંતર-મંતર ખાતે કોંગ્રેસનો વિરોધ
 
 
મહિલા અનામતને લઈને કોંગ્રેસ પાર્ટી દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીની OBC અને SC/ST પાંખોની મહિલા કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેઓ મહિલા અનામત બિલમાં OBC ક્વોટાની માંગ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે સરકાર મહિલા અનામત બિલ દ્વારા OBC અને આદિવાસી મહિલાઓના અધિકારો સાથે ભેદભાવ કરી રહી છે.
 
અખિલેશ યાદવે બોલ્યા - અલોકતાંત્રિક વાત કહી  છે.  ધર્મ વિશે વાત કરી હશે. આખો દેશ અડધી વસ્તી માટે અનામત ઇચ્છે છે. હું જાણવા માંગુ છું કે મુસ્લિમ મહિલાઓ માટે શું છે.
 
અમિત શાહે કહ્યું- સમાજવાદી પાર્ટી બધી ટિકિટ મુસ્લિમ મહિલાઓને આપી દે, અમને કોઈ વાંધો નથી.
 
 
ધર્મના આધારે અનામતનો પ્રશ્ન જ નથી - અમિત શાહ
 
 
સમાજવાદી પાર્ટીના પ્રશ્નોના જવાબમાં અમિત શાહે કહ્યું કે વસ્તી ગણતરી ચાલી રહી છે, અને સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. આખો દેશ સંસદની કાર્યવાહી પર નજર રાખી રહ્યો છે. જો સમાજવાદી પાર્ટીનુ બસ ચાલે તો  મરજી હોય, તો તે ઘરોની જાતિ પણ નક્કી કરી શકે છે. તેમણે ઉમેર્યું કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે. ધર્મના આધારે અનામતનો પ્રશ્ન જ ઉભો થતો નથી
 
 
ધર્મના આધારે અનામત ન હોઈ શકે - રિજિજુ
સપા સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું, "મહિલા બિલના નામે, કાશ્મીર અને આસામમાં થયું તે જ રીતે સમગ્ર દેશ સાથે કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમે, વિપક્ષ વતી, તેનો વિરોધ કરીશું. જ્યાં સુધી પછાત વર્ગો અને મુસ્લિમ સમુદાયની મહિલાઓને સામેલ ન કરવામાં આવે ત્યાં સુધી અમે તેનો વિરોધ કરીશું." કિરેન રિજિજુએ મુસ્લિમ મહિલાઓ માટે અનામત માટેના સપાના પ્રસ્તાવનો વિરોધ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અનામત ધર્મના આધારે ન હોઈ શકે; તે દેશભરની મહિલાઓના અધિકારો વિશે હોવું જોઈએ.
 
કોંગ્રેસ સરકારના ઈરાદા પર ઉઠાવ્યો સવાલ,  સપા પણ કરે છે વિરોધ 
ત્રણેય બિલ રજૂ થતાંની સાથે જ લોકસભામાં હોબાળો મચી ગયો. કોંગ્રેસે સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે પૂછ્યું કે વસ્તી ગણતરી વિના સીમાંકન બિલ કેમ રજૂ કરવામાં આવ્યું? સરકાર બંધારણને હાઇજેક કરવા માંગે છે. તેમણે બિલ પાછું ખેંચવાની માંગ કરી. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના આરોપોના જવાબમાં કહ્યું કે વિપક્ષના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. સમાજવાદી પાર્ટીએ પણ બિલનો વિરોધ કર્યો. ધર્મેન્દ્ર યાદવે પોતાનો મુદ્દો રજૂ કરતા કહ્યું કે સરકાર બંધારણને વિકૃત કરવા માંગે છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો
આગળનો લેખ
રેકોર્ડ વધારા બાદ બજારમાં ઘટાડો, સેન્સેક્સ ઊંચાઈથી 800 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ 24200 ની નજીક; ઘટાડા માટે 3 મુખ્ય કારણો જાણો