મટર કીમો
|
બનાવવાની રીત - સૌ પ્રથમ કીમાને સારી રીતે સાફ કરીને ધોઈ લો. ટામેટાને ઝીણા કાપો અને ડુંગળી વાટી લો.
પ્રેશર કુકરમાં તેલ ગરમ કરીને તેમા વાટેલી ડુંગળી નાખીને ગુલાબી થતા સુધી તળી લો. ત્યારબાદ તેમા પેસ્ટ નાખીને મરચાનો પાવડર, ધાણા, હળદર અને ગરમ મસાલો નાખીને મિશ્રણ ત્યા સુધી સેકો જ્યા સુધી તેમા તેલ ન છૂટે. હવે કીમો નાખીને સારી રીતે મિક્સ કરી લો.
મટર નાખી થોડીવાર સુધી ચલાવો અને જરૂર મુજબ પાણી નાખીને કુકર બંધ કરી દો. 2-3 સીટી વાગે કે ગેસ બંધ કરી દો. ઘાણા નાખીને સર્વ કરો.