ૐ શ્રી ત્રિશક્તિ નમ:
જ્યાં બિરાજમાન છે દેવીના અનોખા વિવિધ રૂપ
|
શ્રી કાળી માતા અમરાવતી દેવસ્થાનમ. આ પવિત્ર સ્થાનને ત્રિશક્તિ પીઠમના નામે પણ ઓળખવામાં આવે છે. હાલ આ મંદિર આંધ્રપ્રદેશના વિજયવાડાના ગણ્યા ગાઠ્યાં મંદિરોમાનું એક છે. કૃષ્ણાવેણી નદીના કિનારે વસેલું આ મંદિર ખૂબ જ અલૌકિક છે. ત્રિશક્તિ પીઠમમાં મુખ્યરૂપે ત્રણ દેવીઓ - શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતીની મૂર્તિઓ સ્થાપિત છે, જે 'ઈચ્છા શક્તિ', 'ક્રિયા શક્તિ', અને 'જ્ઞાન શક્તિ' ની દ્યોતક છે. આ પવિત્ર સ્થાનને આખા દેશમાં 'આસ્થા દાસ પ્રીતમ'ના નામથી ઓળખવામાં આવે છે.
સ્થળ પુરાણમ - અહી આવેલી શ્રી મહાકાળીની આ મૂર્તિ સ્વયંભૂ છે, જે નેલ્લોરના જંગલોમાં એક સૈન્ય ઇજનેરને મળી હતી. તેમણે આ મૂર્તિ વિજયવાડાના આ મંદિરમાં સ્થાપિત કરી દીધી. અહીંના લોકોનું માનવું છે કે, પ્રાચીન કાળમાં મહાકવિ કાલીદાસે આ સ્થળે સતત 11 વર્ષો સુધી ઉપાસના કરી હતી. આ મંદિરનો પાયો કૃષ્ણાદેવી નદીના કિનારે એક શક્તિ ઉપાસક ગુંજા રામાસ્વામીએ 14 ઓક્ટોબર, 1947માં મૂકી હતી. પછી આ મંદિરના દ્વાર આશ્ચર્યજનક રૂપથી બંધ કરી દીધા. 1965માં તુરગ વૈકટશ્વરલૂ નામના એક અન્ય ઉપાસકે પંદર વર્ષો પછી આ મંદિરના દ્રાર ખોલ્યા. ચમત્કાર તો એ હતો કે તેમની સાથે હાજર બીજા લોકોએ મંદિર ખોલ્યા પછી જોયું કે અંદર દીવો પ્રગટી રહ્યો હતો. આ ઘટના પછી બધાએ મહાકાળીનો મહિમા માની લીધો.
|
મંદિરમાં વૈદિક પધ્ધતિથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીં સૂત્રોના મુજબ પંચામૃત સ્થાપના, શ્રી લક્ષ્મી ગણેશ હોમમ અને લક્ષ કુમ અર્ચના પછી વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવે છે. અહીંયા શ્રધ્ધાળુઓ દ્વારા સરાનવરાત્રી, દીવાળી જેવા ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
દશમુખી મહાલક્ષ્મી -
અહીં આવેલી મહાકાળીની મૂર્તિના દસ મોઢા અને દસ પદો છે. તેમનો રંગ ઘાટ્ટો આસમાની છે. આ મૂર્તિ દ્વારા માઁનુ તામસિક રૂપ પ્રદર્શિત થાય છે. ઘરેણાઓથી લદાયેલી મહાકાળીના આઠ હાથોમાં શસ્ત્ર સુસજ્જ છે. તે તલવાર, ચક્ર, ગદા, ધનુષ, બાણ, ભાલા, ઢાલ, ગુલેલ, કપાલ, અને શંખથી સુસજ્જ છે. માતાનુ આ રૂપ 'યોગનિદ્રા'નું રૂપ છે. ભગવાન બ્રહ્મા માઁના આ રૂપથી વિષ્ણુજીને ઊંઘની પકડમાંથી બહાર નીકળવાની વિનંતી કરી રહ્યા છે. જેનાથી વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને મારવા માટે આતુર મધુ અને કૈટભ નામના રાક્ષસોનો વધ કરી શકે.
|
અષ્ટાદશ હાથોવાળી મહાલક્ષ્મી -
મહાકાળીનુ બીજુ રૂપ મહાલક્ષ્મીની પ્રતિમા અઢાર હાથોવાળી છે, જેનો રંગ લોહીના રંગ જેવો છે. આ મૂર્તિ માઁનું રાજસી રૂપ બતાવે છે. તેમના અઢાર હાથોમાં ગુલાબ, કુહાડી, ગદા, તીર, કમળ, ધનુષ, કળશ, ગુલેલ, તલવાર, છાલ, ઘંટી, ત્રિશૂલ, સુદર્શન વગેરે શસ્ત્ર સુસજ્જ છે. અસત્ય પર વિજય પ્રાપ્ત કરવા માટે આ માતાને સમસ્ત દેવી-દેવતાઓની શક્તિઓને સમેટીને અવતાર લીધો. આથી તેમણે લાલ રંગમા બતાવવામાં આવ્યા છે, જેને યુધ્ધનો રંગ માનવામાં આવ્યો છે. તેમણે જ મહિષાસુરનો વધ કર્યો હતો અને તેઓ મહિષાસુરમર્દિનીના રૂપમાં શક્તિ ઉપાસકોમાં પૂજનીય છે.
અષ્ટહસ્ત મહાસરસ્વતી -
દેવીનું ત્રીજુ રૂપ મહાસરસ્વતી માઁના સાત્વિક રૂપને પ્રદર્શિત કરે છે. તેમનું તેજ ચંદ્રમાની જેમ શીતળ છે અને આઠ હાથોમાં ઘંટી, ત્રિશૂળ, શંખ, મૂસલ, ચક્ર, ધનુષ, અને તીર શોભે છે. તે સૌંદર્યનુ અનુપમ ઉદાહરણ છે. તે સંસ્થા અને કાર્ય નિયોજનની દેવી છે. મહાસરસ્વતી દેવીએ ધૂમ્રલોચન, ચંડ, મુંડ, શુંભ ને નિશુંભ જેવા રાક્ષસોનો વધ કર્યો હતો.
|
ત્રણ દેવીઓની મૂળ શક્તિ અર્થાત 'મહેશ્વરી' અને 'રાજ રાજેશ્વરી' ની મૂળ શક્તિ 'લલિતા ત્રિપુરા સુંદરી' છે, જેમનું લલિતા નામ તેમના સૌંદર્યના આધાર પર પડ્યું છે.
વેબદુનિયાના સૌજન્યથી આપ આ મંદિરના ઓનલાઈન દર્શન પણ કરી શકો છો.
કેવી રીતે પહોંચશો -
આ મંદિર વિજયવાડા શહેરના કેન્દ્રમાં આવેલું છે, જે રેલવે સ્ટેશનથી દસ કિલોમીટરના અંતરે આવેલુ છે. વિજયવાડા હૈદરાબાદથી 275 કિલોમીટર દૂર છે. આ દેશના બધા ખૂણા સાથે રેલ્વે અને વાયુ માર્ગ દ્રારા જોડાયેલો છે.
વેંકટેશ રાવ