સંબંધિત સમાચાર
- આર્ટિકલ 370 અને 35-A હટતા ગુજરાતવાસીઓએ કરી ઉજવણી
- ડો.રાધકૃષ્ણન પિલ્લાઈએ મહિલા નેતૃત્વ વિશે ફિક્કી ફલો અને વાયફ્લોના મહિલા સભ્યોને વાકેફ કરાવ્યા
- ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુય પણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદીની આગાહી છે.
- ભારે વરસાદનાં લીધે ડેમોમાં પાણીની ભરપૂર આવક; 8 ડેમો હાઇએલર્ટ પર
- વડોદરામાં હજારો પરિવારના અનાજ, ઘરવખરી પલળતા રૂા.1000 કરોડના નુકસાનની શક્યતાઓ
બનાસકાંઠા અકસ્માત: થરાદ-વાવ હાઇવે પર જીપડાલુ પલટી મારતા એકનું મોત
બનાસકાંઠામાં અકસ્માતમાં એક વ્યક્તિના મોતના સામાચાર સામે આવ્યા છે. જેમાં અનાજની બોરી ભરી જઇ રહેલું જીપડાલુ પલટી મારી જતા તેમાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળ પર મોત થયું છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ-વાવ હાઇવે રોડ પરથી પસાર થતા અનાજ ભરેલા એક જીપડાલાનું અચાનક ટાયર ફાટતા ગાડી પલટી ગઇ હતી. આ ઘટનામાં જીપડાલામાં બેઠેલા એક મજૂરનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માતની ઘટનાને લઇને થરાદ-વાવ હાઇવે પર લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતા. જને લઇને ઘટના સ્થળ પર પોલીસે પહોંચી ટોળાને દૂર કર્યું હતું.
ટોળાને દૂર કર્યા બાદ પોલીસે 108ની મદદથી મૃતકની લાશ પીએમ અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી મૃતક કોણ છે અને ક્યાંનો છે તે સહિતની માહિતી પ્રાપ્ત કરવા વધુ તપાસ હાથ ધરી છે.
