સંબંધિત સમાચાર
- સરકારના મંત્રીએ માનવભક્ષી દીપડાને મારી નાંખવાની માંગ કરતાં સરકાર મૂંઝવણમાં
- દારૂ પીધેલી હાલતમાં ડોક્ટરે કરાવી પ્રસુતાની ડિલીવરી, મહિલા તથા નવજાત શિશુનું મોત
- ભાર વગરનું ભણતરઃ બેગમાંથી સરકારે ભાર કાઢ્યો નક્કિ કર્યું બાળકોની બેગનું વજન
- સવાલ પોલીસ પર થવો જોઈએ કે નહીં? એક હેલ્મેટ વિનાનો દંડાય પણ જેલમાં જલ્સા તો થાય જ વિડિયો વાયરલ
- સાતમું પગાર પંચ અમલ નહીં તો અધ્યાપકોનું રાજ્યવ્યાપી આંદોલન
'અમદાવાદ' નામ બદલીને 'કર્ણાવતી' કરવાના વિરોધમાં રિટ કરાઈ
'અમદાવાદ' નામ ને ઇન્ટેજીબલ કલ્ચરલ હેરિટેજ તરીકેની ઓળખ તેમજ સંરક્ષણ માગણી કરતી પીટિશન ગુજરાત હાઇકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી છે. 'અમદાવાદ' શહેરનું નામ બદલીને 'કર્ણાવતી' કરવાના કેટલાંક નેતાઓના નિવેદનોના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ કોઈ સત્તાધિશ પક્ષ શહેરનું નામ બદલવા અંગે પગલાં ન લે તેવું સંરક્ષણ 'અમદાવાદ' નામને અપાવવાની માગણી અરજીમાં કરાઈ છે.શહેરનું નામ બદલવા અંગે સરકારે કોઈ પ્રસ્તાવ કે યોજના તૈયાર કરી છે કે નહીં તેની માહિતી હાઇકોર્ટે અરજદાર પાસેથી માગી છે. જેનો જવાબ રજૂ કરવા માટે સમયની માગણી કરાતા વધુ સુનાવણી બે સપ્તાહ પછી રાખવામાં આવી છે.
આ નામ અહીંના નાગરિકોની અભિન્ન ઓળખ છે. જ્યારે 'અમદાવાદ'નું નામ કર્ણાવતી હોવાની બાબતને ઐતિહાસિક સમર્થનો કોઈ દસ્તાવેજમાં મળતું નથી. ભવિષ્યમાં પણ અન્ય સત્તારૃઢ પક્ષ 'અમદાવાદ' નામમાં કોઈ ફેરફાર ન કરી શકે તે માટે 'અમદાવાદ' નામને જ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવો જોઈએ. હાઇકોર્ટે અરજદારને પૂછ્યું હતું કે રાજ્ય સરકાર કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરનું નામ બદલવા અંગે કોઈ પ્રસ્તાવ કે આયોજન તૈયાર કર્યું છે કે નહીં. માત્ર રાજકીય નેતાઓના નિવેદનોને આ પ્રકારના કેસનો આધાર ગણી શકાય નહી. રાજ્ય સરકારે કે મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ લેખિત પ્રસ્તાવ તૈયાર કર્યો છે કે નહીં તે અંગેની રજૂઆત માટે હાઇકોર્ટે અરજદારને બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
