સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (12:22 IST)

સવાલ પોલીસ પર થવો જોઈએ કે નહીં? એક હેલ્મેટ વિનાનો દંડાય પણ જેલમાં જલ્સા તો થાય જ વિડિયો વાયરલ

સુરેન્દ્રનગર સબ જેલમાં જલસા અંગેના વિડીયો વાયરલ થયા બાદ SOG પોલીસે સબ જેલમાં રાતો રાત ચેકીંગ હાથ ધર્યુ હતું. ચેકીંગ દરમ્યાન પોલીસને 4 મોબાઈલ, 8 ચાર્જર તેમજ મોબાઈલ ફોનની 2 બેટરી કરતા જપ્ત કર્યા છે. કેદી 10થી 15 મોબાઈલ દેખાડતો હતો. જ્યારે પોલીસે 4 મોબાઈલ ઝડપતા હવે પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે. જેલમાંથી જે વીડિયો વાયરલ થયો છે તેને જેલના કેદીઓએ જ બનાવીને વાયરલ કર્યો છે. 
સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર સબજેલમાં કેદીઓને મોબાઈલ, સિગારેટ, તમાકુ અને મસાલા સહિતની સુવિધાઓ આપવામા આવે છે. જેલમાં દારૂ પણ અપાતો હોવાનો કેદીઓનો દાવો છે. વીડિયોમાં કેદી કહી રહ્યો છે કે, જેલમાં કેદીઓને 25 રૂપિયામાં એક મસાલો આપવામા આવે છે. જ્યારે 10 હજારમાં સાદો ફોન અને એન્ડ્રોઈડ ફોન રાખવો હોય તો 15 હજારમાં રાખવા દેવામા આવે છે.જેલમાં સિગારેટ અને દારૂ પણ મળતો હોવાની વાત કેદીઓ કહી રહ્યા છે. 
આ સમગ્ર સુવિધા માટે જેલર સાહેબ હપ્તો લઈને આપતા હોવાનું પણ કેદીઓ જણાવી રહ્યા છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક કેદીને જેલમાં મારવામા આવ્યો. કેદીને માર મરાતા કેદીઓમાં રોષ ફાટી નીકળ્યો અને તેઓએ જેલની અંદર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો. જો કે જેલરનું કહેવું છે કે આ તમામ પ્રકારની ગેરકાયદે વસ્તુઓ કેદીઓ બહારથી લાવે છે.