સંબંધિત સમાચાર
- ગુજરાત- મંદિરના આશ્રમમાં છપી રહ્યા હતા નકલી નોટ, સાધુ સંત સાથે 5 લોકો ગિરફ્તાર
- ભાજપ શરદ પવારને અજમાવવા માટે રોકાયેલા, રાઉતે કહ્યું - અમારી પાસે 165 ધારાસભ્યોનું સમર્થન છે, 10 મિનિટમાં બહુમતી સાબિત થશે
- બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં પરીક્ષાર્થીઓનો હોબાળો
- ભાજપની સેન્સ પ્રક્રિયામાં હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્યો રોષ
- ગુજરાતમાં BRTS મોતની સવારીઃ- અકસ્માતોનો આંકડો 2018માં 200 સુધી પહોંચ્યો હતો
એસ.ટીમાં પણ હવે રેલવેની જેમ ટિકિટ બુકિંગ અને કેન્સલેશન ઓનલાઈન થઇ શકશે
ગુજરાતમાં ડિઝિટલ ટેકનોલોજીમાં હવે એસ ટી તંત્ર પણ તૈયાર થઈ રહ્યું છે. GSRTCની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવી છે. એસ.ટીમાં પણ હવે રેલવેની જેમ ટિકિટ બુકિંગ અને કેન્સલેશન ઓનલાઈન થઇ શકશે. યાત્રિકો પોતાને જે રૂટ પર જવું હશે તે રૂટની ટિકિટ 60 દિવસ અગાઉ એડવાન્સ બુકિંગ કરી શકશે. એવી જ રીતે કોઈ કારણોસર પોતાની યાત્રા રદ થાય તો બસ ઉપડયાના એક કલાક પહેલા આ એપ્લિકેશનના માધ્યમથી કેન્સલ પણ ઓનલાઈન કરાવી શકશે. આ ઉપરાંત યાત્રિક પોતાના રૂટની બસ ક્યાં પહોચી છે તે એપ્લિકેશનના માધ્યમથી ટ્રેક પણ કરી શકશે.તાજેતરમાં જ એસ.ટી નિગમે પોતાની નવી GSRTC ઓફિશિયલ એપ્લિકેશન લોન્ચ કરી છે જેમાં યાત્રિકોને તમામ માહિતી પ્રાપ્ત થશે પરંતુ એનરોઈડ ફોનના પ્લે સ્ટોરમાં GSRTC નામ સર્ચ કરવાથી 10થી વધુ જુદી જુદી GSRTC નામની જ એપ્લિકેશન ખુલે જે યાત્રિકોની દુવિધા વધારે છે કે ખરેખર સાચી એપ્લીકેશન કઈ છે.
