સંબંધિત સમાચાર
- Rain Forecast For Next 5 Days આગામી 5 દિવસ મેઘમહેરની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ
- ધોરણ 10 બોર્ડનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, અહીં જુઓ રિઝલ્ટ
- પ્રેમની આળમાં નામ અને જાતિ છુપાવીને છોકરીઓને ફસાવનારાઓ સામે ગૃહમંત્રીની લાલ આંખ
- ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ- મંદિર સામે વાછરડાના અંગો ફેંકાયા
- શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવ્યો, શારીરિક અપડલા કર્યા
કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો
રાજ્યભરમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. દિગુભા જાડેજા પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.
દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલું પોતાના શરીરે છાંટ્યું
કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો થતાં પોલીસે બંનેની અટકાયત કરી છે. જોકે, મુંખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક હજુ ચાલુ છે.
