મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2022 (15:37 IST)

શિક્ષકે વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૂ પીવડાવ્યો, શારીરિક અપડલા કર્યા

ગુજરાતમાં શિક્ષણ જગત અને ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક ટ્યુશન સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને ક્લાસરૂમમાં દારૂ પીવડાવ્યો હોવાનું સામે આવ્યું છે. 
 
શહેરના નિઝામપુરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે વિદ્યાર્થિનીને વોડકા દારૂ પીવડાવ્યો  અને તેની સાથે શારીરિક અપડલા કર્યા હતા. 
 
આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલક તેમજ શિક્ષક પ્રશાંતે પોતાને ત્યાં ટ્યુશનમાં આવતી 15 વર્ષની વિદ્યાર્થિનીને કેફી પીણું (દારૂ) પીવડાવ્યો હતો. શિક્ષકે ક્લાસ પૂરા થયા બાદ પણ વિદ્યાર્થિનીને બેસાડી રાખી હતી. ટ્યુશન દરમિયાન આરોપીએ વિદ્યાર્થિનીને બે વખત કેફી પીણું પીવડાવ્યું હતું. આ મામલે આરોપી શિક્ષકની અટકાત કરી લેવામાં આવી છે.