22 કે 23 સપ્ટેમ્બર,ક્યારથી શરૂ થશે નવરાત્રી ? જાણો શાના પર સવાર થઈને આવી રહી છે મા દુર્ગા
હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. જે નવમી સુધી ચાલે છે. આ વખતે આ તહેવાર 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને 1 ઓક્ટોબર 2025 બુધવારના રોજ સમાપ્ત થશે. 2 ઓક્ટોબરના રોજ વિજયાદશમી રહેશે. 22 સપ્ટેમ્બરના રોજ કળશ અને ઘટસ્થાપના થશે. આ વખતે માતા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે.
ભાગવત મહાપુરાણ મુજબ દેવીનુ આગમન અને પ્રસ્થાન નવરાત્રિ શરૂ અને સમાપ્ત થવાના વાર મુજબ હોય છે. નવરાત્રિની શરૂઆત આ વખતે સોમવારથી થઈ રહી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણના આ શ્લોક મુજબ જ્યારે રવિવાર અને સોમવારના દિવસે માતાનુ આગમન થાય છે તો માતાનુ વાહન હાથી હોય છે. જ્યારે માતા હાથી પર આવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે માતાના હાથી પર આગમન પર આ વર્ષે વરસાદ સારો થથાય છે. ખેતીમાં વૃદ્ધિ થાય છે દૂધનુ ઉત્પાદન વધે છે સાથે જ દેશમાં ધન ધાન્યનો વધારો થાય છે.
ઉપરોક્ત ઉલ્લેખિત પુરાણ મુજબ જ્યારે વિજયાદશમી રવિવાર કે સોમવારે થાય છે તો મા દુર્ગાનુ પ્રસ્થાન પાડા પર થાય છે જે વ્યક્તિને શોક આપે છે. જ્યારે વિજયાદશમી મંગળવાર કે શનિવારે થાય છે તો માતાનુ વાહન કુકડો હોય છે જે તબાહી લાવે છે. બીજી બાજુ જ્યારે બુધવાર કે શુક્રવારે વિજયાદશમી હોય તો માતા હાથી પર સવાર થઈને જાય છે. હાથી પર માતાનુ જવુ શુભ માનવામાં આવે છે. બીજી બાજુ ગુરૂવારે વિજયાદશમી આવેતો માતાનુ વાહન મનુષ્યની સવારી હોય છે જે સુખ અને શાંતિ લાવે છે. આ સમય ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ વખતે 2 ઓક્ટોબરે 2025 ના રોજ ગુરૂવારનો દિવસે વિજયાદશમી છે આવામાં માતાનુ પ્રસ્થાન વાહન મનુષ્યની સવારી રહેશે.
શારદીય નવરાત્રી 2025 શુભ મુહૂર્ત
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 01:23 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, તે 23 સપ્ટેમ્બરના રોજ બપોરે 02:55 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, નવરાત્રી 22 સપ્ટેમ્બર 2025, સોમવારથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.