ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (13:28 IST)

અમદાવાદમાં 14 વર્ષની સગીરા બે યુવકોના પ્રેમમાં પડી, ઘરની દિવાલ કુદીને ભાગી, યુવકે મળવાની ના પાડતા પરત આવી

નાની ઉંમરના બાળકો પણ હવે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવીને મિત્રો વાતચીત કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક 14 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામમાં એક નહીં પરંતુ બે બે છોકરાઓ સાથે પ્રેમમાં પડીને વાતચીત કરતી હતી. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા છોકરા સાથે જવા એક વખત ઘરેથી ભાગી પણ ગઈ હતી. પરંતુ છોકરાએ તેને રાખવાની ના પાડતા પરત આવી ગઈ હતી. નાની ઉંમરમાં આ રીતે દીકરી ઘરેથી ભાગી જતા અને પ્રેમમાં હોવાને લઇ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પ લાઇનની ટીમએ બાળકીને સમજાવી અને ભણવામાં ધ્યાન આપવાનું જણાવ્યું હતું.અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી મહિલા હેલ્પ લાઇનને ફોન આવ્યો હતો કે મારી 14 વર્ષની દીકરી જે બેથી ત્રણ છોકરા સાથે રિલેશનમાં છે અને તેને કાઉન્સેલિંગની જરૂર છે જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સગીરાના ઘરે પહોંચી હતી. માતા-પિતા પાસેથી જાણવા મળ્યું હતું કે અમને થોડા દિવસ પહેલા ધ્યાને આવ્યું હતું કે અમારી દીકરી કોઈ છોકરાઓ સાથે સંપર્કમાં છે જેથી તેની ઉપર નજર રાખવાનું શરૂ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામમાં તે કોઈ છોકરા સાથે વાતચીત કરતી હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેની પાસેથી 10-15 દિવસ માટે ફોન લઈ લીધો હતો અને તેને ફોઈના ઘરે મોકલી દીધી હતી. ફોનમાંથી બંનેના ફોટા પણ મળ્યા હતા જેથી સગીરા પોતે આ બાબતે વિચારોમાં રહેવા લાગી હતી.થોડા દિવસ બાદ સગીરાએ પોતાના ઘરે પરત ફરી હતી પરંતુ પોતે આ બધા વિચારોમાં જ હતી તેથી માતાપિતા તેનું ધ્યાન રાખવા આખી રાત જાગતા હતા.

એક દિવસ માતા-પિતાની આંખો લાગી જતા સગીરા વહેલી સવારે કપડાં લઈને દિવાલ કૂદી અને ઘરેથી ભાગી ગઈ હતી જોકે થોડા ટાઈમમાં જ ઘરે પરત ફરી હતી. આ રીતે ઘરેથી ભાગી જતા મહિલા હેલ્પલાઇનની મદદ લેવાની જરૂર પડી હતી.હેલ્પ લાઈનની ટીમ દ્વારા સગીરાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે ઇન્સ્ટાગ્રામમાં સ્કૂલના છોકરા સાથે કોન્ટેક માં આવી હતી અને ત્રણ મહિના સુધી તે રિલેશનમાં રહી હતી. ત્યારબાદ તેનો કોન્ટેક્ટ બંધ થઈ ગયો હતો.ત્યારબાદ અન્ય એક છોકરા સાથે સંપર્કમાં આવી હતી અને તેને તેની ઉંમર 17 વર્ષની કહી હતી. સગીરા તેની સાથે બહાર ફરવા જતી હતી અને યુવકના ઘરે પણ ગઈ હતી. સગીરા આ રીતે તેને ખોટું કર્યું હતું પરંતુ ત્યારબાદ તેને પોતાની ઉંમર 15 વર્ષ કહેતા યુવકે તેને સાથે રાખવાની ના પાડી હતી અને ત્યારબાદ પોતે આ રીતે યુવક બહાર ગયો હોવાથી તેને મળવા વહેલી સવારે ઘરેથી ફરાર થઈ ગઈ હતી. જોકે તેને ફોન કરતા યુવકે મળવાની ના પાડી હતી. ઘરે પરત જવાનું કહ્યું હતું. સગીરાએ એક યુવકના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામમાંથી યુવકને મેસેજ કર્યો હતો કે હું તેનો મિત્ર છું અને સગીરાના ઘરવાળા તેનું મેડિકલ કરાવવા માગે છે જેથી યુવકે કહ્યું હા કોઈ વાંધો નહિ મેં કશું કર્યું જ નથી.આ રીતે યુવકને બ્લેકમેઇલ કરવા છતાં મળવા ન આવતા પોતે ઘરે પરત આવી ગઈ હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાને સમજાવી હતી કે આ ઉમર ભણવાની જેથી તેમાં ધ્યાન આપે અને પોતે બીજા છોકરા સાથે રિલેશનમાં હોય તો આ બધુ બંધ કરી દે પરંતુ સગીરા પોતે સ્વીકારવા તૈયાર નથી કે હજી પણ તે કોઈ બીજા છોકરાઓ સાથે સંપર્કમાં છે ત્રણ કલાક જેટલું કાઉન્સેલિંગ કર્યા બાદ સગીરા પોતે ભૂલ સ્વીકારી અને હવેથી આ રીતે કોઈ છોકરા સાથે રિલેશન માં નહીં રહે અને ભણવામાં ધ્યાન આપશે તેમ જણાવ્યું હતું.