1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2022 (18:27 IST)

અમદાવાદમાં ચિરિપાલ જૂથ પર ITના દરોડામાં 25 કરોડ રોકડા, 15 કરોડનું ઝવેરાત મળી આવ્યું

25 crore cash
આવકવેરા વિભાગે ચિરિપાલ જૂથ પર અમદાવાદ સહિત રાજ્યના 45 સ્થળે દરોડા પાડ્યા હતા. આવકવેરા જૂથને આ દરોડમાં 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. આ તપાસમાં અત્યાર સુધીમાં 25 કરોડ રોકડા તેમજ 15 કરોડનું ઝવેરાત મળી આવ્યું છે.

આ ઉપરાંત 20 બેન્ક લોકર પણ મળી આવ્યા છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. આના પગલે વર્તમાન બેનામી વ્યવહારોનો આંકડો 800 કરોડને પણ વટી જાય તેવી સંભાવના છે.આવકવેરા વિભાગે ટેક્સ્ટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલા ચિરિપાલ જૂથને ત્યાં દરોડા પાડ્યા હતા. નવ દિવસ ચાલતી તપાસમાં કામગીરીમાં અધિકારીઓએ ફેક્ટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાક ઠેકાણે પણ તપાસ કરી હતી.તેમા અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળ્યા હતા. તેનું સતત એક સપ્તાહ સુધી સ્કેનિંગ સુધી ચાલ્યુ હતુ. ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપ વગેરે સ્કેન કરવામાં આવ્યા હતા. તેના આધારે અધિકારીઓએ 800 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત મળેલા ડિજિટલ દસ્તાવેજોની એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે જે ડોક્યુમેન્ટ મળ્યા છે તેમા કેટલાક વ્યવહારો અંડરબિલિંગ છે. તેમા પણ ખાસ કરીને જે ધંધાકીય સેલ છે, તેમા અંડરબિલિંગ કરાયું છે. અંડરબિલિંગ એટલે માલ વેચાયો તેનું ઓછી રકમનું બિલિંગ કરાતા ઓછો ટેક્સ ભરવો પડે છે.આ તપાસમાં ગ્રુપના રિયલ એસ્ટેટના રોકાણોમાં પણ બેહિસાબી આવક મળી હતી. અધિકારીઓ કહે છે કે અનેક સોદા બતાવાયા નથી. હવે તેઓ એ ચકાસી રહ્યા છે કે આ રોકાણો કોના નામે છે. આ કાર્યવાહી બેનામી મિલકતની ખરીદી તરફ જઈ શકે છે.અગાઉ 20 લોકર ટાંચમાં લેવાયા હતા, જે હવે બેથી ત્રણ દિવસમાં ઓપરેટ કરશે. અત્યાર સુધી રોકડ અને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ છે. રોકડ બેન્કમાં જમા કરાવી દેવાઈ છે. હવે લોકરમાંથી શું મળે છે તેના પર નજર છે. આમ કાર્યવાહી ચાલુ છે ત્યારે આ આંકડો વધારે મોટો થાય તો પણ કોઈને નવાઈ નહી લાગે.