બુધવાર, 4 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 જુલાઈ 2022 (12:11 IST)

આર્મીની સફળતા - 4 કલાકના દિલધડક ઓપરેશન બાદ બોરમાં પડેલી કિશોરીનો સકુશલ બચાવ

surendranagar
ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઉંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમા ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી કિશોરીને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. કિશોરીને બચાવવા માટે 4 કલાક રેસક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.
 
સુરેન્દ્રનગર જિલ્લના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં એક આદિવાસી ખેતમજૂરની 12 વર્ષની કિશોરી ખેતર પાસે આવેલા એક બોર નજીક રમી રહી હતી. રમતાં-રમતાં અચાનક તે 600 ફૂટ ઊંડા બોરમાં પડી ગઇ હતી. એની જાણ થતાં જ બાળકીનાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને કિશોરીને બચાવવા કવાયત હાથ ધરી હતી. મનીષા નામની આ કિશોરી બોરમાં 60થી 70 ફૂટે ફસાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
 
 
પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ છે. હાલમાં બાળકી બહાર કાઢવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમ પણ પહોંચી રહી છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.