સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (16:05 IST)

દિલ્હીનો ઘંટ ગાંધીનગરમાં વાગ્યો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ કર્યા CBI કચેરીએ દેખાવો

CBIમાં મચેલી ધમાસાણના પગલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે આવેલી રાજ્યની સીબીઆઈની મુખ્ય કચેરી બહાર પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે ધરણાની મંજુરી ન હોવાના કારણે પોલીસ દ્વારા તમામ કોંગ્રેસના નેતા અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ કરશનદાસ સોનેરી, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, ચેતન રાવલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ સીબીઆઇ કચેરીથી થોડે દૂર એકઠા થયા થયા હતા. પરંતુ ગાંધીનગર પોલીસ દ્વારા પહેલાથી CBI કચેરીની કિલ્લાબંધી કરવામાં આવી છે અને CBI કચેરીએ જતા તમામ માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાંચકેસથી શરૂ થયેલી સીબીઆઇની જંગ હવે સંપૂર્ણપણે રાજકીય બની ગઇ છે. સીબીઆઇમાં મચેલા ઘમાસણને લઇને વિપક્ષ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. અને હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લડાઇને લઇને રોડ પર લડશે.