મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (12:39 IST)

બોટાદમાં કોંગ્રેસના ભારતબંધને પગલે વિરોધ પ્રદર્શન ,પોલીસે કરી 50 કાર્યકરોની અટકાયત

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધરાને લઇને કોંગ્રેસ દ્વારા આજે ભારતબંધનું એલાન આપાવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં બંધને જોરદાર સમર્થન જોવા મળી રહ્યું છે, બોટાદમાં વિરોધ કરવા નિકળેલા 50જેટલા કોંગી કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં બંધને જોરદાર સમર્થન મળતા સુરેન્દ્રનગરમાં પણ કોંગી કાર્યકરોએ પેટ્રોલના ભાવ વધારાનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે સુરક્ષાના ભાગ રૂપે એસ.ટી બસોના મોટા ભાગના રૂટ બંધ કરી દેવમાં આવ્યા છે. મોટી સંખ્યામાં રાત્રી રોકાણ કરી રહેલી બસોને સુરેન્દ્રનગર ડેપોમાં પરત બોલાવી લેવામાં આવી છે.
ભારતમાં વધી રહેલા પેટ્રોલના ભાવ અને મોધવારીના કારણે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. પેટ્રોલના ભાવને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વાર પણ બંધને સમર્થન આપવામાં આવ્યું છે. આ મુદ્દા પર કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઇ રહી છે. ગુજરાત બંધના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા સવારથી જ રાજ્યમાં વિરોધો કરવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા સમર્થનને લઇને રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. તથા અરવલ્લીમાં તો કેટલીક એસ.ટી બસોના રૂટ પણ બદલી દેવામાં આવ્યા હતા. 
બંધને ધ્યાને રાખીને પોલીસ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભારત બંધના સંમર્થનમાં રાજ્યમાં વહેલી સવારથી વિરોધ પ્રદર્શનો ચાલુ થઇ ગયા હતા. અમદાવાદમાં પણ બંધના સમર્થનમાં કોંગી કાર્યકરોએ ઠેર-ઠેર કાર્યક્રમોના ભાગ રૂપે વિરોધ કરવામાં આવી રહ્યા છે. જ્યારે સૌથી વધીરો દેખાવો દાણીલીમડા ચાર રસ્તા પાસે જોવા મળી રહ્યા છે. કોંગીઓ દ્વારા બી.આર.ટી.એસ બસને રોકીને રસ્તાઓ પર બેસીને વિરોધ અને સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરવામાં આવી રહ્યા છે.