સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (00:12 IST)

બિટકોઈન કૌભાંડ - નલિન કોટડિયાની ધુલિયામાંથી ધરપકડ

બિટકોઈન કૌભાંડમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનીઆ આખરે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.. નલિન કોટડીયાની ધુલિયામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન બીટકોઈન કેસમાં ઘણાં રહસ્યો ખુલે તેવી શક્યતા છે. જ્યારે બીટકોઈન કેસનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ હજુ ફરાર છે.
 
ક્રાઈમ બ્રાન્ચને મળેલી એક બાતમીના આધારે પોલીસની એક ટીમ ધુલિયા ખાતે રવાના કરાઈ હતી.ધુલિયામાં એક બાંધકામ કોન્ટ્રાક્ટરને ત્યાં કોટડિયાએ આશરો લીધો હોવાનુ પોલીસને ખબર પડી હતી  સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું.
 
પોલીસે ધુલિયા ખાતેથી નલિન કોટડિયાને ઝડપી લીધા છે.પોલીસ તેમને લઈને અમદાવાદ આવવા માટે રવાના થઈ ગઈ છે.બીટકોઈન કૌભાંડમાં નલિન કોટડિયા  સામે કરોડનો તોડ કરવાનો આક્ષેપ કરાયા બાદ તેમની સાેમ બીનજામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યુ હતુ.તેમના પર આ કૌભાંડમાં 66 લાખ રુપિયા લેવાનો આરોપ હતો  જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.