સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર , ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (11:45 IST)

હિજ્બુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્રની ધરપકડ

. રાષ્ટ્રીય તપાસ એજંસીને ગુરૂવારે સવારે એક મોટી સફળતા હાથ લાગી. અહી સવાર સવારે એનઆઈએના હિજ્બુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની ધરપકડ કરવામાં આવી. 
 
એનઆઈએએ શ્રીનગરના હિજ્બુલ ચીફ સલાઉદ્દીનના પુત્રને તેના ઘરેથી ધરપકડ કરી. ટેરર ફંડિંગ મામલે મેંફક એનઆઈએએ તેની ધરપકડ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સલાઉદ્દીનના  એક પુત્રને એનઆઈએ ધરપકડ કરી ચુકી છે. સૈયદ શાહિદને ગયા વર્ષે એનઆઈએએ મની લૉંડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. 
ત્યારથી એ અત્યાર સુધી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે.