સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (11:28 IST)

કરિયાણાની 7 વસ્તુઓ જેમણે તમારે MRP પર ક્યારેય ન ખરીદવા જોઈએ.

એવુ કોણ  હશે જેના ભાવતોલ  કરવુ પસંદ ન હોય.  દરેક કોઈ ઓછામાં ઓછા ભાવમાં સારાથી સારુ સામાન  ઘરે લાવવુ પડે છે.  પણ મોટાભાગે જ્યારે  આપણે ઘર માટે કરિયાણુ ખરીદવા જઈએ છીએ.  તો વસ્તુ પર જે કિમંત લખી છે તે જ પુરી ચુકવીને આવી જઈએ છીએ. જો તમે કરિયાણાનો સામાન કોઈ સુપર માર્કેટથી લેવા જઈ રહ્યા હ્હો તો થોડી સમજદારી બતાવતા યોગ્ય સમય પર યોગ્ય વસ્તુઓ ખરીદી શકો છો. આવ કરવાથી તમે એમઆરપીથી ઓછી કિમંત ચુકવીને વધુ સામાન ઘરે લાવી શકો છો. 
 
આવો જાણીએ એવા કેટલાક સામાનની યાદી જેને ખરીદવા દરમિયાન તમે થોડી સમજદારી બતાવીને પૈસાની બચત કરી શકો છો. 
 
1. સોફ્ટ ડ્રિંક - જો તમે સોફ્ટ ડ્રિંકની બોટલ કોઈ સુપર માર્કેટમાંથી લેશો તો તમને તેના પર ભારે ડિસ્કાઉંટ મળી જશે.  અહી એક ખરીદો અને એક મફત મેળવો જેવા ઓફર પણ હોય છે. જો સોફ્ટ ડ્રિંકના ઉપયોગની સમયસીમા(એક્સપાયરી ડેટ) સમાપ્ત થવાની હોય તો એવામાં આ એમઆરપીથી ખૂબ જ ઓછી કિમંતમાં જ તમને મળી જશે. 
 
2 . બ્રેકફાસ્ટમાં ખવાતુ અનાજ -  સવારે નાસ્તામાં ખાવામાં આવતી સામગ્રી જેવી કે કોર્ન ફ્લેક્સ, મૂસળી વગેરે પર 30% સુધી ડિસ્કાઉંટ મળી જાય છે.  બાળકોને શાળા ખુલવા દરમિયાન તેના પર ભારે ડિસ્કાઉંટ અને ઓફર હોય છે.  આવા સમયે તેને વધુ ખરીદીને મુકી શકાય છે. 
 
 
3. ચોકલેટ - વર્તમન સમયમાં તહેવારો દરમિયાન ચોકલેટ ખૂબ વપરાશમાં લેવાય છે.  આવામાં તહેવારો સમયે તમને ચોકલેટના પેકેટ પણ એમઆરપીથી ઓછી કિમંતમાં મળી જશે. વધુ પેકેટ ખરીદવા પર ડિસ્કાઉંટ પણ વધુ હોય છે. 
 
4. કોફી - ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે કૉફી પર ડિસ્કાઉંટ મળી જાય છે.  આવામાં તમે આ દરમિયાન વધુ પેકેટ ખરીદીને મુકી શકો છો. 
 
5. સૉસ - નાની દુકાનો પર તમને સૉસ જે કિમંતમાં મળે છે, સુપર માર્કેટમાં હંમેશા તેનાથી ઓછી કિમંતમાં મળી જશે. 
 
6. આઈસ્ક્રીમ - કોઈપણ બ્રાંડના શૉપ પરથી આઈસક્રીમ ખાતા તે તમને અનેકવાર એટલી મોંઘી પડે છે, જેટલામાં તમે આઈસક્રીમનો પુરો બ્રિક ખરીદી શકો છો. આઈસક્રીમની આખી બ્રિક ખરીદવા પર પણ તમને અનેક ઓફર મળી જશે. 
 
 
7. ફ્રૂટ જેમ - ફ્રુટ જેમ ડબ્બા ખરીદતા તમને અનેક ડિસ્કાઉંટ અને ઓફર મળી જાય છે અને એમઆરપીથી ઓછી કિમંતમાં તમે તેને ખરીદી શકો છો. આ ઉપરાંત અનેક એવા ઘરેલુ કરિયાણાનો સામાન છે જે તમને સહેલાઈથી એમઆરપીથી ઓછા ભાવમાં જ મળી શકે છે.  બસ તમે તેને યોગ્ય માત્રામાં યોગ્ય સમયે ખરીદી લો.